Gujarat Weather/ હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હિટવેવનું જોર વધુ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

Top Stories Gujarat Others
અમદાવાદ
  • રાજ્યમાં હવામાન વિભાગે કરી આગાહી
  • હોળી સુધી ગુજરાતમાં હિટવેવની આગાહી
  • 14 થી 17 માર્ચ ગરમીનો પારો વધશે
  • ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધશે
  • અમદાવાદ સહિત 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હોળી સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ સહિત 17 શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પાર પહોંચ્યો છે.ત્યારે 14થી  17 માર્ચ સુધી અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ છે.એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થયેલા ગરમ-સૂકા પવનોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હિટવેવનું જોર વધુ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.જો કે, સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.

આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ત્યારે અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બાદમાં ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવું અનુમાન છે .

અમદાવાદમાં આજે તાપમાનનો પારો 38એ પહોંચ્યો છે જ્યારે કાલે 14મીએ 39એ પહોંચશે. ત્યારબાદ સતત 40 ડિગ્રી તાપમાન રહેશે જેમાં 19મી માર્ચ બાદ થોડો ઘટાડો થઈને 39 ડિગ્રી થશે. જ્યારે સુરતમાં 13-14ના રોજ 39 ડિગ્રી અને 15-17 તારીખ સુધીમાં 40 ડિગ્રી પારો જવાની શક્યતા છે. બરોડામાં આગામી 19મી તારીખ સુધી 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઉનાળો દજાડવા લાગ્યો છે. રાજકોટમાં 13મી માર્ચે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી ગયો છે જ્યારે આગામી 3 દિવસ 16મી માર્ચ સુધીમાં આ પારો 40 ડિગ્રી રહેવાની વકી છે જ્યારે કે ત્યારબાદ આ પારો 38 ડિગ્રીએ પહોંચવાની શકયતા છે.

અમદાવાદમાં રવિવારે તાપમાનનો પારો 38.8 ડિગ્રી સેલ્સિઅસે પહોંચી ગયો હતો. જે સોમવારે 39 ડિગ્રી પર યથાવત્ રહેવાની શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે, લઘુત્તમ તાપમાન પણ 21 ડિગ્રી એટલે કે સામાન્ય કરતા થોડુ વધારે હતું.

IMDના અધિકારીઓએ કહ્યું હતું કે, 2021માં માર્ચમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રીએ પહોંચ્યું હતું, 2020માં તે 38.4 ડિગ્રી અને 2019માં 42.2 ડિગ્રીએ પહોંચ્યું હતું. 28 અને 31 માર્ચની વચ્ચે સૌથી વધુ તાપમાન નોંધાયુ હતું.

રાજ્યનાં ડિસામાં 14 તારીખ 39 ડિગ્રી, 15 તારીખથી 17 તારીખ સુધી 40 ડિગ્રી,, તો 18-19 માર્ચના રોજ 39-38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છના ભૂજમાં પણ હીટવેવની અસર જોવા મળશે અને આજે અને કાલે તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે. ત્યારબાદ 19મી માર્ચ સુધી મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે.

સામાન્ય રીતે દર વર્ષે હોળી બાદ ગરમીની ધીમે-ધીમે શરૂઆત થતી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે તો સ્થિતિ એકદમ ઊંધી છે. હોળીના 4-5 દિવસ પહેલાથી જ આકરી ગરમી પડી રહી છે. રવિવારે તો વધારે આકરા તાપનો અનુભવ થયો હતો. રવિવારે આમ તો રજા હોવાથી લોકો વધારે બહાર ફરતા જોવા મળે છે. પરંતુ રવિવારે બપોરે રસ્તા સૂમસાન જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ગુજરાતમાં પણ કરાઇ કરમુક્ત

આ પણ વાંચો :‘આપ’ની માંગ: શિક્ષકોની અછત દૂર કરો અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપો

આ પણ વાંચો :ગીર પંથકમાં આગની ઘટના યથાવત, 50 વીઘાથી વધુ ઘંઉ બળીને રાખ

આ પણ વાંચો :વડોદરામાં મહિલા ચોરની અટકાયત, પોલીસે મહિલાના CCTV ફૂટેજ કર્યા જાહેર