સૌરાષ્ટ્રમાં બિપરજોય સાઇક્લોનની અસર Bipperjoy-Jafrabad વર્તાવવા લાગી છે. તેના લીધે જાફરાબાદના દરિયામાં 30-30 ફૂટ ઊંચો મોજા ઉછળ્યા છે. આ દર્શાવે છે કે દરિયાની અંદર કેટલો જબરજસ્ત કરંટ છે અને તેની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મરીન ટાસ્ક કમાન્ડો ફોર્સની ટીમ જાફરાબાદ પહોંચી ગઈ છે. તેઓની ટુકડી જાફરાબાદના દરિયાકિનારે પહોંચી ગઈ છે. તેમણે દરિયાનું નિરીક્ષણ કર્યું છે. કદાચ વાવાઝોડમાં પહેલી વખત મરીન કમાન્ડોને કામે લગાડવામાં આવ્યા છે.
જાફરાબાદમાં વાવાઝોડાની મોટાપાયે Bipperjoy-Jafrabad અસર જોવા મળી રહી છે. તેના લીધે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર જાફરાબાદ અને રાજુલામાં ભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વડીયામાં વાતાવરણ પલટાયું છે. સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણના પગલે વરસાદી ઝાપટું પડ્યું છે. બિપરજોયના વાવાઝોડાની અસરના લીધે વાતાવરણમાં આ પલ્ટો જોવા મળી રહ્યો છે.
અમરેલીના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાની Bipperjoy-Jafrabad જબરજસ્ત અસર જોવા મળી રહી છે. દરિયામાં લોઢ-લોઢ જેવડા મોજા ઉઠળી રહ્યા છે. તંત્ર વાવાઝોડાના લઈને એક્શન મોડમાં આવી ગયું છે. નીચાણવાળા અને વાવાઝોડાથી અસર પામી શકે તેવા વિસ્તારોમાં સવારથી જ સ્થળાંતરની કામગીરી જારી છે. રાજુલા અને જાફરાબાદમાં લોકોનું સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે.
આ ઉપરાંત કાચા મકાનોમાં વસતા લોકોને ખાસ સૂચના Bipperjoy-Jafrabad આપવામાં આવી છે કે તેઓ રાહત શિબિરોમાં ચાલ્યા જાય. ચક્રવાત દરમિયાન કાચા મકાનો તૂટી જાય તેવી ખાસ સંભાવના છે. તેથી તેમા 29 ગામોમાં વસતા લોકોને સલામત સ્થળે જવા કહેવાયું છે. અમરેલી જિલ્લા કલેક્ટરે મામલતદારોને લોકોને કામચલાઉ ધોરણે રાહતશિબિરમાં રાખવાની તથા તેમને અનાજ પુરવઠો પૂરો પાડવાની જવાબદારી સોંપી છે. ગુજરાત પર આગામી ત્રણ દિવસ અત્યંત ભારે છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-વાવાઝોડું-વરસાદ/ વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ
આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોયનો સામનો કરવા અમિત શાહે યોજી બેઠક
આ પણ વાંચોઃ સાવધાન ગુજરાત/ બિપરજોય 150ની ઝડપે લાવી રહ્યું છે ‘વિનાશ’, IMD એ આપી ચેતવણી
આ પણ વાંચોઃ બિપોરજોય/ બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા ભાજપનું સંગઠન તૈયાર: પાટિલ મેદાનમાં
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ 75000 લોકોનું રેસ્ક્યુ, અમિત શાહે બોલાવી બેઠક… બિપરજોય વિશે અત્યાર સુધીની 10 મોટી વાતો