Cyclone Biparjoy/ પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસર, 20થી વધુ વૃક્ષ ધરાશાયી: એક યુવકનું મોત

પોરબંદરમાં 20થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થઇ જતા ફાયર બ્રિગેડ વૃક્ષો હટાવ્યા હતા. ટ્રાફિક ન થાય તે માટેના તંત્ર દ્રારા પુરા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
Untitled 63 પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસર, 20થી વધુ વૃક્ષ ધરાશાયી: એક યુવકનું મોત

ચક્રવાત બિપરજોયમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના છે અને તે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓને સૌથી વધુ અસર કરે તેવી શક્યતા છે, બિપરજોય વાવાઝોડાને લઇ પોરબંદરમાં 20થી વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થઇ જતા ફાયર બ્રિગેડ વૃક્ષો હટાવ્યા હતા. ટ્રાફિક ન થાય તે માટેના તંત્ર દ્રારા પુરા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્રને હાઈઅલર્ટ કરાયું.પોરબંદરમાં વાવાઝોડાને લઇ ભાજપે બેઠક યોજી છે.સાંસદ રમેશભાઈ ધડુકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ કેટલાક આગેવાનો હાજર રહ્યા હતા.પોરબંદરમાં 150થી વધુ લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની શકયતા જોવાય રહી છે. તા.16 સુધી દરિયોના ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે. આ વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં પણ તા.15થી 17 સુધી જોવા મળશે. અત્યારે સાયકલોન પ્રતિ કલાકે 10ની સ્પીડે આગળ વધી રહ્યું છે. હાલ 152થી 160ની પવનની ઝડપ જોવા મળી રહી છે.

પોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી થઇ છે. દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયુ છે. તો બીજી તરફ દ્વારકામાં ભારે પવનના કારણે શેડ ઉડ્યો છે. વોક વે પાસે બનાવેલા શેડને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે.

પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો. દરિયાકિનારે આવેલી રેતીનો કાચો પાળો તૂટ્યો હતો. વધુ પવન સાથે દરિયાઇ મોજાં આવે તો ગામને ખતરો છે તેમજ ગામમાં દરિયાનું પાણી ઘૂસી શકે છે. દરિયામાં હાલપૂરતો પવન ઓછો થયો છે. વાવઝોડું હાલ પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે.

પોરબંદર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાવાઝોડાંની આગાહી સંદર્ભે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. પૂર્વ તકેદારી અને જાનહાની ન થાય તે માટે વિદ્યાર્થીઓ માટે આ રજા જાહેર કરવામાં આવી છે. તારીખ 13,14 અને 15 જૂનના રોજ શાળાઓમાં રજા જાહેર કરાય છે, પરંતુ શાળાના શિક્ષકો આચાર્ય એ શાળામાં ફરજ બજાવવાની રહેશે.

ક્યા જિલ્લામાં કેટલી ટીમો તૈનાત

NDRF :

જૂનાગઢ-1,કચ્છ-4,જામનગર-2,પોરબંદર-1,દ્વારકા-3,ગીર સોમનાથ-1,મોરબી-1,રાજકોટ-3,વડોદરા રિઝર્વ – 2 ( આ ઉપરાંત 1 રિઝર્વ ટીમ દીવ ખાતે રવાના),ગાંધીનગર – 1 રિઝર્વ,વલસાડ – 1,કુલ 17+4 ટીમો તૈનાત કરવામાં અવી છે.

SDRF :

જૂનાગઢ-1,કચ્છ-2,જામનગર-2,પોરબંદર-1,દ્વારકા-2,ગીર સોમનાથ-1,મોરબી-1,પાટણ-1,બનાસકાંઠા-1,સુરત રિઝર્વ – 1,કુલ 12+1 ટીમો તૈનાત કરવામાં અવી છે.

આ પણ વાંચો:પોરબંદરમાં વિનાશની શરૂઆત, ભાટિયા બજારમાં જર્જરિત મકાન ધરાશાયી: યુવકનું મોત

આ પણ વાંચો:PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત, તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

આ પણ વાંચો:બીજું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે, તેની અસર જાણીને અન્ય રાજ્યોના લોકો પણ પરેશાન!

આ પણ વાંચો:માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, ગામના160 લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચો:વાસણાની ટાંકી અંગે મ્યુનિ. કડકમાં કડક પગલાં લે