Not Set/ ગૌરી લંકેશની હત્યા પર મુતાલીક બોલ્યા, હર કુત્તે કી મોત પર મોદી થોડે બોલેંગે

કર્ણાટક, ૧૮ જુન ૨૦૧૮. કર્ણાટકમાં શ્રીરામ સેનાનાં પ્રમુખ મુતાલીકે પત્રકાર ગૌરી લંકેશની હત્યાની તુલના ગલીના કૂતરાની મોત સાથે કરતા નવા વિવાદને જન્મ આપી દીધો છે. આ ઘટના બાદ તેમણે પોતાના નિવેદનની સફાઈ પણ આપી છે. પ્રમોદ મુતાલીકે કહ્યું હતું કે, “ગૌરી લંકેશની હત્યામાં શ્રી રામની સેનાની કોઈ ભૂમિકા નથી. બધા એ જ કહી રહ્યા છે […]

Top Stories India
muthalik ગૌરી લંકેશની હત્યા પર મુતાલીક બોલ્યા, હર કુત્તે કી મોત પર મોદી થોડે બોલેંગે

કર્ણાટક,

૧૮ જુન ૨૦૧૮.

કર્ણાટકમાં શ્રીરામ સેનાનાં પ્રમુખ મુતાલીકે પત્રકાર ગૌરી લંકેશની હત્યાની તુલના ગલીના કૂતરાની મોત સાથે કરતા નવા વિવાદને જન્મ આપી દીધો છે. આ ઘટના બાદ તેમણે પોતાના નિવેદનની સફાઈ પણ આપી છે.

પ્રમોદ મુતાલીકે કહ્યું હતું કે, “ગૌરી લંકેશની હત્યામાં શ્રી રામની સેનાની કોઈ ભૂમિકા નથી. બધા એ જ કહી રહ્યા છે કે ગૌરી લંકેશની હત્યામાં હિંદુ સંગઠનોનો હાથ છે. મહારાષ્ટ્રમાં બે હત્યા અને કર્ણાટકમાં બે હત્યાઓ કોંગ્રેસના સમયમાં થઇ હતી. પરંતુ કોઈ પણ કોંગ્રેસની વિફળતાઓની વાત વાત નથી કરી રહ્યું. એ વિરુદ્ધ લોકો વાતો કરી રહ્યા છે કે મોદી કેમ આ બાબતે ચુપ છે? હવે આ વાત પર મોદી શા માટે પ્રક્રિયા આપે? શું તમે ઈચ્છો છો કે કર્ણાટકમાં ગલીના કૂતરાની મોત પર મોદી પ્રતિક્રિયા આપે?

તેમને જણાવ્યું હતું કે, “તેમના સંગઠનને ગૌરી લંકેશના વિચારો સાથે મતભેદ હતો. એનો અર્થ એવો તો ના જ થાય કે તેઓ આ બાબત પર કોઈની હત્યા કરી દે.”

આપને જણાવી દઈએ કે ગૌરી લંકેશ હત્યાની તપાસ કરતી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે હાલમાં જ શ્રીરામ સેના વિજયપુરા જીલ્લા અધ્યક્ષ રાકેશ મઠની પુછપરછ કરી હતી. સંદિગ્ધ શુટર પરશુરામ વાઘમારે પણ આ જ સંગઠન સાથે જોડાયેલો હતો. આ સિવાય મુતાલીક સાથે વાઘમારેની એક ફોટો પણ મીડિયામાં શેર કરવામાં આવી હતી, જેના કારણે આ શક વધુ મજબુત બન્યો હતો..

ગૌરી લંકેશ દક્ષિણપંથી વિચારધારાનાં સખ્ત વિરોધી હતા.