Not Set/ રાહુલ ગાંધીએ વ્યંગમાં કહ્યું હતું ‘જી’, બચાવમાં આવ્યા નેતાઓ

રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને “જી” કહીને કરેલા સંબોધન અંગે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાહુલનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે રાહુલજીએ વ્યંગમાં આતંકવાદી મસૂદ અઝહરના નામ પાછળ “જી” લગાવ્યું હતુ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંવાદી મસૂદ અઝહરે પુલવામાં હુલમાની જવાબદારી લીધી હતી, જેમાં ભારતના 40 જવાનો શહીદ થઇ ગયા હતા ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ […]

Top Stories India Trending
tqq 8 રાહુલ ગાંધીએ વ્યંગમાં કહ્યું હતું 'જી', બચાવમાં આવ્યા નેતાઓ

રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને “જી” કહીને કરેલા સંબોધન અંગે કોંગ્રેસ નેતા અહેમદ પટેલે રાહુલનો બચાવ કર્યો છે, તેમને કહ્યું કે રાહુલજીએ વ્યંગમાં આતંકવાદી મસૂદ અઝહરના નામ પાછળ “જી” લગાવ્યું હતુ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંવાદી મસૂદ અઝહરે પુલવામાં હુલમાની જવાબદારી લીધી હતી,

જેમાં ભારતના 40 જવાનો શહીદ થઇ ગયા હતા ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જૈશના ઠેકાણા પર હુમલો કરીને આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો હતો, આ મામલે રાજનીતિ ચાલી રહી છે.

બીજી તરફ રાહુલ ગાંધીએ એક રેલીમાં આતંકવાદી મસૂદ અઝહરના નામ પાછળ જી કહીને માન આપતા વિવાદ થયો છે, ભાજપ સહિતની પાર્ટીઓએ તેમના આ નિવેદન બાદ તેમની પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે, તો અહેમદ પટેલે એમ પણ કહ્યું કે સરકાર વિવિધ મુદ્દે નિષ્ફળ રહી છે,

આ મુદ્દાઓને ઢાંકવા માટે જ આતંકવાદ, ઉગ્રવાદ જેવા મુદ્દાઓ કાઢવામાં આવ્યાં હોવાનું તેમને જણાવ્યું અને આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડતાં લડતાં અમારા નેતાઓએ જીવ ગુમાવ્યાંની વાત કરી.