ગીર સોમનાથ/ માઢવાડ ગામે 6 મકાન ધરાશાયી, ગામના160 લોકોનું કરાયું સ્થળાંતર

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવવાને કારણે નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે. માઢલાડ ગામે 6 મકાન ધરાશાયી થયા છે.

Top Stories Gujarat Others

ચક્રવાતી તોફાન બિપરજોયનો ખતરો વધી રહ્યો છે. તે રવિવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બન્યું અને 15 જૂને ગુજરાતના કચ્છ જિલ્લામાં પહોંચે તેવી શક્યતા છે. સૌથી મોટો ખતરો 15 જૂને જ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ચક્રવાત એલર્ટ પણ જારી કર્યું છે. એક અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 15 જૂને બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છ અને માંડવી (ગુજરાત)ના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે 15 જૂન માટે એલર્ટ પણ જારી કર્યું છે, સાથે જ જણાવ્યું છે કે ક્યા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આવામાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાવવાને કારણે નુકસાનીના સમાચાર પણ સામે આવી રહ્યા છે. માઢલાડ ગામે 6 મકાન ધરાશાયી થયા છે.  દરિયાના ઊંચા મોજા મકાનો સાથે અથડાતા મકાન કકડભૂસ થઈને પડી ભાગ્યા છે. સાથે જ ગામના 23 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે અન્ય 23 મકાનો જે દરિયાકાંઠે આવેલાં છે તેને તંત્ર દ્વારા ખાલી કરાવી ત્યાં વસતા 160 લોકોનું સ્થળાંતર કરી તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.ગીર સોમનાથ જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે.

દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામા કરંટ જોવા મળતા લોકોમાં ડરનો માહોલ છે.  હાલમાં અતિ ભયાનક વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 320 કિલોમીટરના અંતર પર છે. જ્યારે દ્વારકાથી 360 કિલોમીટર, જખૌ બંદર અને નલિયાથી 440 કિલોમીટરના અંતર પર છે. તંત્ર પણ પુરી તૈયારી સાથે ખડેપગે છે.

ગીર સોમનાથમાં દરિયો ગાંડોતુર બન્યો છે, ત્યારે બંદર વિસ્તારમાં 50 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું છે. દરિયાકાંઠા વિસ્તારનાં મકાનોમાં દરિયોનાં પાણી ભરાયા છે. વાવાઝોડાનું સંકટ વધતા બંદરો પર તંત્ર ખડે પગે છે.

આ પણ વાંચો:ગિરનાર પરની ગંદકીને લઇ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, અપાઈ ખાસ સૂચનાઓ

આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચો:કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ

આ પણ વાંચો:બિપોરજોય આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનશે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જારી ચેતવણી