ચક્રવાત બિપરજોય દેશ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. ગુજરાતના વલસાડમાં દરિયા કિનારે જોરદાર મોજા ઉછળી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના સુરતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ડુમસ અને સુવાલીમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જે બાદ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે માછીમારોને પણ દરિયામાં જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે.વાવાઝોડું અત્યારે વેરી સિવિયર સાક્લોન છે. પ્રતિકલાકે 130થી 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
ગુજરાતમાં આજથી વાવાઝોડાની અસર થશે. પોરબંદરના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ અપાયું છે. સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે.
વલસાડના તહસીલદાર ટી.સી.પટેલે જણાવ્યું હતું કે માછીમારોને દરિયાની નજીક જવાની સખત મનાઈ છે. દરિયાકાંઠ ગામના લોકોને જરૂર પડ્યે ખસેડવામાં આવશે અને તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
We have warned fishermen not to go into the sea and they all have come back. In Dariya Kanthan village, people will be shifted if needed and shelters have been arranged for them. We have closed Tithal Beach for tourists till June 14: Tehsildar TC Patel, Valsad (09/06) pic.twitter.com/6prIZDkNOm
— ANI (@ANI) June 10, 2023
વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરાયા છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાના સૂચનો કરવામાં આવે છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા વલસાડમાં એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આમ બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે ઊભી થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દમણ પ્રશાસન સાથે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ છે.
દરિયાકાંઠે વાવાઝોડાની અસરના પગલે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમામ બંદરો પર 2 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં 42 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે અને NDRFની 11 જેટલી ટીમો એલર્ટ પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગનું એલર્ટ જારી
હવામાન વિભાગે કહ્યું કે આગામી ચાર દિવસમાં દક્ષિણ ભારતીય વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જ્યારે કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં સોમવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે લક્ષદ્વીપમાં રવિવાર સુધી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત શુક્રવારે કેરળના આઠ જિલ્લાઓને યલો એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. આ જિલ્લાઓમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કારચાલકો બેફામઃ વસ્ત્રાલ રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા
આ પણ વાંચો:વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો
આ પણ વાંચો:આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો
આ પણ વાંચો:નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1માં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી
આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર
