Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) વિસ્તારમાં ચાંદીપુરા વાયરસનો (Chandipura Virus Ahmedabad) એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્રણ દિવસ પહેલાં લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ (Chandkheda Child Positive) આવતાં અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ, હેલ્થ સ્ક્રીનિંગ અને જીવાત નિયંત્રણ સહિતની (Virus Prevention) કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ચાંદખેડામાં રહેતા 4 વર્ષના બાળકમાં ચાંદીપુરાની પુષ્ટિ

મળતી માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના અને હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં (Chandkheda Child Positive) રહેતા 4 વર્ષના બાળકના સેમ્પલ ત્રણ દિવસ પહેલાં લેવામાં આવ્યા હતા. હવે તેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. કેસ સામે આવતાં AMCના આરોગ્ય વિભાગે બાળકના સંપર્કમાં આવેલા લોકોની વિગતો એકત્ર કરવાની તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં દેખરેખ વધારવાની કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્યમાં કુલ 12 પોઝિટિવ કેસ, 8 બાળકોનાં મોત
ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં આરોગ્ય વિભાગની (Gujarat Health Alert) ટીમો સતત કામગીરી કરી રહી છે. સેન્ડફ્લાયના નિયંત્રણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ, ડસ્ટિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. અત્યાર સુધી કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ વાયરસના કારણે 8 બાળકોનાં મોત નોંધાયા છે, જ્યારે 8 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે. રાહતની વાત એ છે કે સારવાર બાદ 2 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
વાયરસ આ માખીના કરડવાથી ફેલાય છે
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (Sandfly Virus) નામની અત્યંત નાની માખીના કરડવાથી ફેલાય છે. આ માખીઓ સામાન્ય રીતે કાચા મકાનો, દીવાલોની તિરાડો, ભેજવાળા વિસ્તારો અને પશુઓની આસપાસ વધુ જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તેનો પ્રકોપ વધતો હોવાથી બાળકોમાં સંક્રમણનું જોખમ વધી જાય છે.
ચાંદીપુરા વાયરસ લક્ષણો
આ વાયરસના લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, સતત ઉલ્ટી-ઝાડા, શરીરમાં ખેંચ આવવી, અતિશય સુસ્તી અથવા બેભાન થઈ જવું તેમજ ગંભીર સ્થિતિમાં મગજ પર અસર થવી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા લક્ષણો દેખાય તો 24થી 48 કલાકની અંદર સારવાર શરૂ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે સારવારમાં વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે.
આરોગ્ય વિભાગની સાવચેતી રાખવાની અપીલ
આરોગ્ય વિભાગે લોકોને ખાસ સાવચેતી રાખવાની (Gujarat Health Alert) અપીલ કરી છે. ઘરની દીવાલોની તિરાડો અને છિદ્રો બંધ રાખવા, ઘરમાં પૂરતો હવા-ઉજાસ રહે તેની વ્યવસ્થા કરવી, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રાત્રે મચ્છરદાનીમાં સુવડાવવા તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી ભેજ અને કચરો એકત્ર ન થવા દેવાની સલાહ આપવામાં આવી છે. જો બાળકોમાં તાવ, ખેંચ, ઉલ્ટી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો તરત નજીકની સરકારી હોસ્પિટલ અથવા બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.સાથે જ આરોગ્ય વિભાગે કેટલીક બાબતો ટાળવા પણ સૂચના આપી છે. બાળકોને ખુલ્લા શરીરે ધૂળ કે માટીમાં રમવા ન દેવા, ઘરની આસપાસ ગંદકી અથવા ભેજ જમા ન થવા દેવી, લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડવો નહીં અને તબીબી સલાહ વિના સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવો.
આરોગ્ય વિભાગે નીચેની બાબતો ટાળવા ખાસ સૂચના આપી છે:
- બાળકોને ખુલ્લા શરીરે ધૂળ કે માટીમાં રમવા ન દેવા.
- ઘરની આસપાસ ગંદકી અથવા ભેજ જમા થવા ન દેવી.
- લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડવો નહીં.
- તબીબી સલાહ વિના સારવારમાં વિલંબ ન કરવો.
ચાંદીપુરા વાયરસને લઈને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે. નાગરિકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અને લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવી અત્યંત જરૂરી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર! ઊનામાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત
આ પણ વાંચો: ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષીય બાળકનું મોત
