Ahmedabad News/ અમદાવાદમાં મિરઝાપુરમાં મોડી રાત્રે આગનો બનાવ, ગુજરાતમાં અન્ય સ્થળો પણ આવ્યા આગની ઝપેટમાં

ઘટનાને જોતાં 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભીષણ આગ (Fire) લાગતા અફરાતફી મચી ગઈ હતી. મિરઝાપુરમાં (Mirzapur) આવેલા કબાડી માર્કેટમાં ભીષણ આગથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ ફાયર બિગ્રેડને જાણ કરતા આગની ઘટનાને જોતાં 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ કયા કારણોસર લાગી તેનું કારણ શોધી શકાયું નથી.

અમરેલીના જાફરાબાદમાં બંધ મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મોડી રાતે ખારવાવાડ વિસ્તાર મકાનમાં કોઈ રહેતું ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પાડોશીઓને આગની જાણ થતાં ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આગ સંપૂર્ણ કંટ્રોલ કરતા સ્થાનિક લોકોમાં રાહત થઈ છે.


જૂનાગઢમાં ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભીષણ આગ લાગતા પાંચ ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉનમાં વિકરાળ આગને કારણે ધારાસભ્ય, DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ચીફ ફાયર ઓફિસર સહિત 20 જેટલા સ્ટાફે આગ કાબૂમાં લીધી હતી. ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ગોડાઉનમાં લાખો રૂપિયાનો પ્લાસ્ટિક ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો.


વડોદરામાં ફટાકડાના લીધે કચરામાં આગ લાગી હોવાની ઘટના બની હતી. કોર્પોરેશનના ખાલી પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી કચરો પડી રહ્યો હતો, ત્યારે દિવાળીમાં ફટાકડા ફોડતા આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આગ લાગી કે લગાવવામાં આવી તેનું કારણ અકબંધ છે.  ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

બોટાદમાં મોડીરાત્રે ત્રણ દુકાનોમાં આગ લાગી હતી. બૂટ ચંપલના ગોડાઉનમાં આગ લાગતાં દુકાનોમાં આગ પ્રવેશી હતી. ગોડાઉન અને દુકાનમાં રહેલ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. માલિકોને ગોડાઉન અને દુકાનોમાં આગ લાગતા લાખોનું નુકસાન પહોંચ્યુ હતું. સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફટાકડાના કારણે ત્રણેય દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે.

સાબરકાંઠાના ઈડરમાં ગત રાત્રિએ વિકરાળ આગ લાગી હતી. ઈડર નગરપાલિકાના ડમ્પિંગ સાઈટ પર આગથી કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ આગમાં સ્વાહા થઈ ગયો હતો. કચરાના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો. સૂકા તેમજ લીલા કચરાને એકઠો કરી ખાતર બનાવવાના પ્લાન્ટમાં આગ લાગી હતી. મહત્વનું છે કે ફાયર બ્રિગેડ વિભાગ પણ આગની ઘટનાથી અજાણ હતો. પ્રોજેક્ટ પાછળ લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું હતું.  ઈડર નગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટમાં આગ લાગતા નાગરિકોના રૂપિયા સ્વાહા થયા હતા.


જસદણના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગી હતી. ઈશાણી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રાત્રિના સમયે ગોડાઉનની અંદર ફટાકડો આવતા આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આગની ઘટના CCTV માં કેદ થઈ હતી. જસદણ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી. ટ્રક અને ગાડી તેમજ અન્ય સામાન આગમાં બળીને ખાખ થયો હતો. 40 લાખથી પણ વધારે સામાન બળીને ખાખ થયો હોવાના અહેવાલ મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃકેરળના કાસરગોડમાં ફટાકડામાં આગ ફાટી નીકળતા 150થી વધુ ઘાયલ, 8ની સ્થિતિ ગંભીર

આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડાથી વીજળીની લાઈનમાં આગ લાગી જાય તો શું કરશો

આ પણ વાંચોઃબેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત