Morbi News/ મોરબી ખાતે પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મ જયંતિ મહોત્સવ સત્સંગમાં CM થયા સહભાગી…

મોરબીમાં આયોજીત દાદા ભગવાન જન્મ જયંતિ મહાત્સવમાં દીપકભાઇ અને મુખ્યમંત્રીએ સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનની આરતી ઉતારી સૌના કલ્યાણની કામના…

Gujarat Others

Morbi News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) મોરબી ખાતે આયોજિત પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયા હતા.

આ અવસરે મુખ્યમંત્રી સત્સંગ-પ્રાર્થનામાં ઉપસ્થિત રહીને આત્મજ્ઞાની દીપકભાઈ (Deepakbhai)એ આપેલ આત્મજ્ઞાનનું પ્રવચન શ્રવણ કર્યું હતુ.

સીમંધર સ્વામી અને દાદા ભગવાનની આરતી ઉતારી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ દીપકભાઈએ મહોત્સવના દ્વિતીય દિવસે આ તકે સીમંધર સ્વામી (Simandhar Swami) તેમજ દાદા ભગવાન (Dada Bhagwan)ને પૂજન અર્ચન, આરતી ઉતારી સૌના કલ્યાણની કામના કરી હતી.

દાદા ભગવાનની 118મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબી (Morbi)માં આગામી 09 નવેમ્બર સુધી દાદા ભગવાનની 118મી જન્મ જયંતી મહોત્સવ (Janmjayanti Mahotsav)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા.03 નવેમ્બરના રોજ આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ આયોજનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની કામના કરીને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા

આ તકે મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની દીપકભાઈને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા. દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત ‘જ્ઞાની પુરુષ’ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું.

આત્મજ્ઞાની દીપકભાઈએ આત્મા વગરનાં શરીર, કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુખોથી મુક્તિ, શુધ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), (એઆઈ) ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવા સહિત જ્ઞાનની પ્રેરક વાતો આ સત્સંગ (Satsang)માં કરી હતી.

આ વેળાએ શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા (Kanti Amrutiya), જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, મેઘજી ચાવડા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ સાંસદ મોહન કુંડારીયા (Mohan Kundariya), જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગર પાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અગ્રણી જયંતી રાજકોટિયા, દાદાભગવાનના અનુયાયીઓ તથા મોરબીવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબીના સાહિલ માજોઠીનો યુક્રેન આત્મસમર્પણ કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો!

આ પણ વાંચો: 40 કલાકની શોધખોળ બાદ મોરબી મચ્છુ નદીમાં ડૂબેલા બે લોકોના મૃતદેહ મળ્યા

આ પણ વાંચો: મોરબી-રાજકોટમાં ઇન્કમટેક્ષના દરોડા, 400 કરોડના વ્યવહારો તપાસમાં ઝડપાયા