Rajkot News: રાજકોટમાં હત્યા અને આત્મહત્યાના બનાવો દિનપ્રતિદિન બનવા લાગ્યા છે. દિવસ ઉગતો નથી ત્યાં કોઈની હત્યા કે આત્મહત્યાના સમાચાર સામે આવ્યા વગર રહેતા નથી. રાજકોટમાં યુવાને રેલ્વે ટ્રેક પર પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આ બનાવના ગલે રાજકોટ રેલ્વે સ્ટેશને ચકચાર મચી ગઈ હતી.
પોલીસે મૃતક યુવકની ઓળખ સુનિશ્ચિત કરવા માટે તજવીજ હાથ ધરી છે. યુવાને રેલ્વે ટ્રેક પર પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાના પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા છે. રેલ્વે ટ્રેનના નીચે કપાઈ જવાના કારણે યુવાનના શરીરના કટકા થઈ ગયા હતા. યુવકના શરીરના અંગોને વીણતા પોલીસના હાથે પણ કંપારી આવી ગઈ હતી.
આ ઘટના બતાવે છે કે રાજકોટમાં ફક્ત ક્રાઇમ રેટ જ નહીં ડીપ્રેશન રેટ પણ વધી રહ્યો છે. લોકો હતાશામાં આવીને આત્મહત્યા કરે છે. આ ઉપરાંત પહેલાંની તુલનાએ લોકો ઝડપથી ખુશ થઈ જાય છે અને ઝડપથી હતાશ પણ થઈ જાય છે. આ હતાશાની સ્થિતિમાં તે આત્મહત્યા કરી લે છે. આ આત્મહત્યા પાછળનું કારણ તો મુખ્યત્વે તનાવ છે, જે તનાવ પહેલાં વિષય જ ન હતો તે તનાવ આજે યુવાનોના મગજનો કબ્જો લઈને બેઠેલો છે.
આ સ્થિત જરા પણ લાંબી ચાલે એટલે તનાવનો ભોગ બનનાર વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. સામાન્ય રીતે આપણે ત્યાં સુખ અને દુઃખ બંને સ્વીકારી લેવામાં આવ્યા છે. પહેલાના સમયમાં આ માનસિકતાના કારણે વ્યક્તિ સુખની સાથે દુઃખનો પણ સ્વીકાર કરતો હતો.
વર્તમાન સ્થિતિ હવે લોકોને સુખ તો જોઈએ છે, પરંતુ દુઃખ સહન કરવાની જરા પણ તૈયારી નથી. આ માનસિકતાના કારણે લોકો પડી ભાંગે છે. તેઓ જરાસરખું પણ વધારે દુઃખ આવતા તૂટી જાય છે, આ સ્થિતિમાં હતાશામાં સરી પડતા તે આત્મહત્યા કરે છે.
આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

