Gir Somnath News/ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર! ઊનામાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત

Chandipura Virus Gujarat: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. ઊનામાં 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત, પંચમહાલમાં 23 શંકાસ્પદ કેસ અને અનેક બાળકો સારવાર હેઠળ જાણો સમગ્ર માહિતી

Gujrat Top Stories
Chandipura Virus Gujarat: ઊનામાં 5 વર્ષના બાળકનું મોત

Una News : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા (Chandipura Virus Gujarat) સતત વધી રહી છે. ઊના તાલુકાના સોંદરડી ગામમાં 5 વર્ષના બાળકનું ( Una Child Death ) શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થતાં આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે. બીજી તરફ પંચમહાલ જિલ્લામાં (Panchmahal Chandipura Virus )પણ 23 શંકાસ્પદ કેસ નોંધાતા અને 5 બાળકોના મોત થતાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ, સ્ક્રીનિંગ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ઊનાના સોંદરડી ગામમાં બાળકનું શંકાસ્પદ મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, ઊના તાલુકાના સોંદરડી ગામમાં 5 વર્ષના બાળકની (Chandipura Virus Gujarat) તબિયત અચાનક બગડતાં તેને પ્રથમ સ્થાનિક ટીબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.હાલ બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી લેબોરેટરી તપાસ અને આરોગ્ય પ્રક્રિયા ચાલી રહી છે. આરોગ્ય વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર ગામમાં સઘન તપાસ શરૂ કરી છે.

આરોગ્ય વિભાગની 8 ટીમો ગામમાં તૈનાત

બાળકના મોત બાદ તાલુકા હેલ્થ ઓફિસરની આગેવાની હેઠળ 8 આરોગ્ય ટીમોને સોંદરડી ગામમાં મોકલવામાં આવી છે. ટીમો દ્વારા ગામના દરેક ઘરની આરોગ્ય તપાસ કરવામાં આવી છે સાથે બાલકોનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું છે.શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી તેમને સારવાર આપવામાં આવી છે. ગ્રામજનોમાં જાગૃતિ  લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ શાળાઓમાં આરોગ્ય માર્ગદર્શન જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પંચમહાલમાં 23 શંકાસ્પદ કેસ

બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ ચાંદીપુરા (Panchmahal Chandipura) વાયરસને લઈને (Chandipura Virus Gujarat) સ્થિતિ ચિંતાજનક બની રહી છે.જિલ્લામાં અત્યાર સુધી 23 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 5 બાળકોના મોત થયા, 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, 8 બાળકો હાલમાં સારવાર હેઠળ
10 બાળકો સારવાર બાદ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયા છે.આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

રાજ્યમાં અત્યાર સુધીની સ્થિતિ

Chandipura Virus Gujarat: ઊનામાં 5 વર્ષના બાળકનું મોત
Chandipura Virus Gujarat: ઊનામાં 5 વર્ષના બાળકનું મોત

આરોગ્ય વિભાગની માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 12 કેસ પોઝિટિવ આવ્યા છે. 9 ગુજરાતના અને 3 રાજસ્થાનના દર્દીઓનો સમાવેશ થાય છે. 55 સેમ્પલના રિપોર્ટ પ્રાપ્ત થયા છે. 8 સેમ્પલના રિપોર્ટ હાલ બાકી છે.
ગુજરાતમાં પોઝિટિવ કેસો પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે.

ભાવનગરમાં પણ આરોગ્ય વિભાગ એલર્ટ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામમાં ચાંદીપુરાથી (Chandipura Virus Gujarat) એક બાળકના મોતની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગે વિશેષ સર્વેલન્સ શરૂ કર્યું છે. જેમાં કરવામાં આવેલી કામગીરીમાં 14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરાયું, બીમાર બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, સેન્ડફ્લાય (રેતીમાં રહેતી માખી)ના સેમ્પલ લેબમાં મોકલાયા, તાવ અથવા અન્ય લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગની અપીલ

આરોગ્ય વિભાગે માતા-પિતાને અપીલ કરી છે કે જો બાળકોમાં નીચેના લક્ષણો ( Virus Symptoms)  જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલ અથવા બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો.

  • અચાનક ઊંચો તાવ
  • ખેંચ આવવી
  • ઉલટી અથવા ઝાડા
  • બેભાન થવું
  • સતત સુસ્તી અથવા ગભરામણ

રાજ્ય સરકારનું કહેવું છે કે ચોમાસા અને સપ્ટેમ્બર સુધી આ વાયરસ વધુ સક્રિય રહેતો હોવાથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, ડસ્ટિંગ, જીવાત નિયંત્રણ અને બાળકો માટે વિશેષ સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી છે.


આ પણ વાંચો: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ, 12 પોઝિટિવ; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

આ પણ વાંચો: ચાંદીપુરાથી મોતની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ, વલ્લભીપુરના મેલાણામાં આરોગ્ય ટીમનો ધામો

આ પણ વાંચો: જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસથી ચિંતા: ત્રણેય દર્દીઓ ગંભીર, જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ