Gandhinagar News/ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ, 12 પોઝિટિવ; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

Chandipura Virus Cases: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસમાંથી 12 પોઝિટિવ નોંધાયા. આરોગ્ય મંત્રી Praful Pansheriya એ સમીક્ષા બેઠક યોજી અને સતર્ક રહેવા અપીલ કરી

Gujrat Top Stories
Chandipura Virus Cases: આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ

Gandhinagar News:  ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની (Chandipura Virus Cases) સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની (Praful Pansheriya) અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસો, વાયરસના (Virus) સંક્રમણની સ્થિતિ, લેબોરેટરી પરીક્ષણો તેમજ નિયંત્રણ માટે હાથ ધરવામાં આવેલા પગલાંની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ, 12 દર્દીઓ પોઝિટિવ

આરોગ્ય વિભાગના (Gujarat Health Department) જણાવ્યા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના (Chandipura Virus Cases) કુલ 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે.તેમાંથી અત્યાર સુધીમાં 55 નમૂનાઓના પરીક્ષણ પૂર્ણ થયા છે, જેમાં 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 8 નમૂનાઓના પરિણામો હજુ બાકી છે. જેમાંથી 9 કેસ ગુજરાતના અને 3 કેસ રાજસ્થાનના દર્દીઓના છે.આ ઉપરાંત કુલ 63 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 55 ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે.

Chandipura Virus Cases: આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ
Chandipura Virus Cases: આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ

કયા જિલ્લાઓમાં નોંધાયા પોઝિટિવ કેસ?

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના જણાવ્યા મુજબ હાલ નોંધાયેલા પોઝિટિવ કેસો નીચેના વિસ્તારોમાં નોંધાયા છે. હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2 , સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 1 કેસ નોંધાયેલા છે.

ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની તપાસના આદેશ

Chandipura Virus Cases: આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ
Chandipura Virus Cases: આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ

આરોગ્ય મંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે જ્યાં કેસ (Chandipura Virus Cases) નોંધાયા છે ત્યાં સઘન સર્વેલન્સ રાખવામાં આવે અને દરેક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તથા કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવામાં આવે, જેથી સંક્રમણના સ્ત્રોત સુધી પહોંચી શકાય.

અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલ્થ સ્ક્રીનિંગ અને ડસ્ટિંગ

આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો ઘરોમાં આરોગ્ય તપાસ (Health Screening) હાથ ધરવામાં આવી છે.વાયરસના વાહક માનવામાં આવતા સેન્ડફ્લાય (Sandfly Virus) અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો તથા પશુઓની ગમાણની આસપાસ ડસ્ટિંગ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલોમાં ખાસ તૈયારીઓ

રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા સિવિલ હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે આઈ.સી.યુ. બેડ, જરૂરી દવાઓ અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે

આરોગ્ય મંત્રીએ આપી સાવચેતી રાખવાની અપીલ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે ચોમાસા દરમિયાનથી સપ્ટેમ્બર (Sandfly Virus) મહિના સુધી વધુ સક્રિય રહે છે અને મુખ્યત્વે નાના બાળકોને (Child Health) અસર કરે છે.જો કોઈ બાળકમાં નીચેના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે:

  • અચાનક તીવ્ર તાવ
  • ખેંચ આવવી
  • ઉલટી અથવા ઝાડા
  • બેભાન થવું
  • અથવા અન્ય ગંભીર લક્ષણો

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે.


આ પણ વાંચો: ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષીય બાળકનું મોત

આ પણ વાંચો: જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસથી ચિંતા: ત્રણેય દર્દીઓ ગંભીર, જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ પણ વાંચો: વડોદરામાં પ્રથમ શંકાસ્પદ ચાંદીપુરા કેસથી ચિંતા: ભાયલીના 3 વર્ષના બાળકના સેમ્પલ પુણે-ગાંધીનગર મોકલાયા