Bhavnagar News/ ચાંદીપુરાથી મોતની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ, વલ્લભીપુરના મેલાણામાં આરોગ્ય ટીમનો ધામો

Chandipura Virus: ચાંદીપુરા વાયરસથી બાળકના મોત બાદ વલ્લભીપુરના મેલાણા ગામમાં આરોગ્ય વિભાગ એલર્ટ. બાળકોનું સ્ક્રીનિંગ, બ્લડ સેમ્પલ અને સેન્ડફ્લાયની તપાસ શરૂ

Uncategorized
Chandipura Virus: બાળકોનું સ્ક્રીનિંગ શરૂ

Bhavnagar News: ચાંદીપુરા વાયરસથી (Chandipura Virus) એક બાળકના મોતની પુષ્ટિ બાદ ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ (Bhavnagar Health News) સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામમાં આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક સર્વેલન્સ અને તપાસની કામગીરી શરૂ કરી છે.

14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોનું સ્ક્રીનિંગ

આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં 14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોનું આરોગ્ય સ્ક્રીનિંગ (Screening Of Children) હાથ ધરવામાં આવ્યું છે. ઘર-ઘર જઈને બાળકોની (Health Department ) તબિયતની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

બીમાર બાળકોના બ્લડ સેમ્પલ લેવાયા

તપાસ દરમિયાન તાવ અથવા અન્ય લક્ષણો ધરાવતા બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેથી ચાંદીપુરા વાયરસના સંક્રમણની સમયસર ઓળખ કરી શકાય.

સેન્ડફ્લાયના સેમ્પલ પણ તપાસ માટે મોકલાયા

ચાંદીપુરા વાયરસના (Chandipura Virus) સંભવિત વાહક ગણાતી રેતીમાં રહેતી સેન્ડફ્લાય (Sand Fly) ના પણ સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ ગામમાં જીવાત નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના

આરોગ્ય વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે જો કોઈ બાળકમાં તાવ, ખેંચ આવવી, ઉલટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવું.આરોગ્ય વિભાગ દ્વારા હાલ મેલાણા ગામમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ, 12 પોઝિટિવ; આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

આ પણ વાંચો: ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષીય બાળકનું મોત

આ પણ વાંચો: જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસથી ચિંતા: ત્રણેય દર્દીઓ ગંભીર, જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ