Gandhinagar News/ પાવાગઢ મહાકાળી મંદિરનો મેગા વિકાસ: ₹359 કરોડના માસ્ટર પ્લાનથી વિશ્વ વારસાને મળશે નવી ઓળખ

ગુજરાત સરકાર તેમજ તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (Gujarat Tourism)દ્વારા આ મેગા માસ્ટર પ્લાન અંતર્ગત પાવાગઢ (Pavagadh)ખાતે પ્રથમ બે તબક્કાઓમાં રૂ. 121 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને સુવિધાઓની મોટી ભેટ આપવામાં આવી છે

Gujarat Gandhinagar
ગુજરાત સહિત દેશ-દુનિયાના પ્રવાસીઓ તેમજ માઈભક્ત શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ ‘મહાકાળી મંદિર-પાવાગઢ’ (Pavagadh)એક મહત્વનું હૉટ ફેવરેટ હેરિટેજ-રિલીજિયન ટુરિઝમ સ્પૉટ છે

Gandhinagar News : ગુજરાત સહિત દેશ-દુનિયાના પ્રવાસીઓ તેમજ માઈભક્ત શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ ‘મહાકાળી મંદિર-પાવાગઢ’ (Pavagadh)એક મહત્વનું હૉટ ફેવરેટ હેરિટેજ-રિલીજિયન ટુરિઝમ સ્પૉટ છે. પાવાગઢ (Pavagadh)યાત્રાધામ પ્રાચીન-પુરાતન કાળથી માઈભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. એટલું જ નહીં; પાવાગઢ-મહાકાળી મંદિર સહિત સમગ્ર ચાંપાનેર આર્કિયોલૉજી પાર્કનો યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં પણ સમાવેશ કરાયો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી તેમજ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો હવાલો ધરાવતા હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર જ્યારે રાજ્યની તમામ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ તેમજ વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે પાવાગઢ-ચાંપાનેરમાં પણ વિકાસ તેમજ સુવિધાઓના સતત વિસ્તરણનો ધમધમાટ ચાલી રહ્યો.

ગુજરાત સરકાર ફરકાવી રહી છે પાવાગઢ પર ‘વિકાસ પતાકા’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કરોડો હિંદુઓ અને માઈભક્તોની આસ્થાના આ વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર પર વિકાસની પતાકા ફરકાવી રહી છે. રાજ્ય સરકારે પાવાગઢના સર્વાંગી વિકાસ (Pavagadh Development)માટે રૂ. 359 કરોડ કરોડથી વધુના ખર્ચે મેગા માસ્ટર પ્લાન સાથે અહીં વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓની વણઝાર શરૂ કરી છે. ચાર તબક્કાઓ ધરાવતા મેગા માસ્ટર પ્લાન હેઠળ પાવાગઢમાં મોટાપાયે યાત્રાળુ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં પ્રથમ અને બીજો તબક્કાના કાર્યો પૂર્ણ થઈ ગયા છે.

બે તબક્કાઓમાં શ્રદ્ધાળુઓને મળી રૂ. 121 કરોડની સુવિધાઓ

ગુજરાત સરકાર તેમજ તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (Gujarat Tourism)દ્વારા આ મેગા માસ્ટર પ્લાન અંતર્ગત પાવાગઢ (Pavagadh)ખાતે પ્રથમ બે તબક્કાઓમાં રૂ. 121 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને સુવિધાઓની મોટી ભેટ આપવામાં આવી છે. તેમાં સૌથી મહત્વનું છે મંદિર તથા મંદિર પરિસરનું નવીનીકરણ-વિસ્તૃતીકરણ. અગાઉ મંદિર પરિસર 545 ચોરસ મીટરનું હતું, જે હવે ત્રણ લેવલમાં 2980 ચોરસ મીટર જેટલું વિશાળ થઈ ગયું છે. સાથે જ; પરિસરમાં પાથ-વે પર વીજળીકરણ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત; માંચી ચોકથી મંદિર પરિસર સુધી સીડીઓના નવીનીકરણ-વિસ્તૃતીકરણ અંતર્ગત 3.01 કિલો મીટર પહોળા પાથ-વે સાથે કુલ 2374 સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ત્રીજા-ચોથા તબક્કાઓમાં વધુ વૈભવી બનશે મહાકાળી ધામ

પાવાગઢના મહાકાળી ધામને ત્રીજો અને ચોથો તબક્કો વધુ વૈભવી બનાવશે, જેમાં રૂ. 238 કરોડ ખર્ચવામાં આવશે. તેમાં રૂ. 148 કરોડના ખર્ચ સાથે ત્રીજા તબક્કાને ‘ફેઝ-3એ’ અને ‘ફેજ-3બી’માં વહેંચવામાં આવ્યો છે. રૂ. 13.68 કરોડની જોગવાઈ ધરાવતા ‘ફેઝ3-એ’માં માંચી ચોકમાં મલ્ટી-લેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થયું છે. તે જ રીતે; ‘ફેઝ-3બી’માં રૂ. 135.19 કરોડના ખર્ચે ચાંપાનેરમાં આંતરિક-બાહ્ય રસ્તાઓ, પાથ-વે, ઇલેક્ટ્રિફિકેશન, પ્લાન્ટેશન, 600થી વધુ સ્કૂટર-કાર માટે વિશાળ પાર્કિંગ, બસ સુવિધાના કાર્યો અને આ ઉપરાંત; વડા તળાવ પરિક્ષેત્રમાં ઉદ્યાન, ઘાટ, વોટર જેટ્ટી, ફૂટઓવર બ્રિજ, થીમ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એક્ટિવિટી એરિયા, બર્ડ વોચ ટાવર, ક્રાફ્ટ સ્ટોલ અને 500 કાર પાર્કિંગની સુવિધાઓ સામેલ હશે.

‘વિકાસ ભી, વિરાસત ભી’ માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આમ; એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ, વિરાસત અને ઓળખના પુનર્જાગરણ માટે ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે કામ કરી રહ્યા છે, તો બીજી બાજુ ગુજરાતમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો ધરાવતાં  હર્ષ સંઘવી પણ દરેક નાના-મોટા યાત્રાધામ-તીર્થધામ તથા આસ્થાસ્થળને તેના પ્રાચીન-પુરાતનકાલીન ઇતિહાસ સાથે જોડવા તેમજ શ્રદ્ધાળુઓની સુવિધાની સાથે-સાથે યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ, શ્રદ્ધાળુઓની સંખ્યા બમણી થઈને 3.84 કરોડને પાર

દરમિયાન ગત 18 જૂન, 2026ના રોજ ‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 18 જૂન, 2022ના રોજ પાવાગઢના નવ નિર્મિત શિખર પર 500 વર્ષ બાદ કલશ તથા ધ્વજારોહણ કર્યું હતું. પાવાગઢ પુનરુત્થાન બાદ અહીં આવનારા માઈભક્તો, શ્રદ્ધાળુઓ અને ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. પાવાગઢ પુનરુત્થાન બાદ એટલે કે વર્ષ 2022-23થી 2025-26 (18 જૂન, 2026 સુધી) એટલે કે ચાર વર્ષમાં 3 કરોડ 84 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢની યાત્રાએ પહોંચ્યા.

આ પહેલાં 2016-17થી 2021-22 સુધીના પાંચ વર્ષમાં 2.32 કરોડ શ્રદ્ધાળુઓએ પાવાગઢની યાત્રા કરી હતી. કુલ મળીને 2016-17થી 2025-26 સુધી 6.17 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા. 2016-17માં જ્યાં માત્ર 38.67 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, ત્યાં 2025-26માં આ આંકડો છ ગણો વધીને 6.17 કરોડથી વધુ પર પહોંચી ગયો. એવામાં પાવાગઢ (Pavagadh)ખાતે સરકાર દ્વારા મેગા માસ્ટર પ્લાન હેઠળ કરાઈ રહેલા વિકાસ-સુવિધા કામોના પગલે શ્રદ્ધાળુઓની સુવિધા તેમજ સંખ્યામાં વધુ વધારો થશે.


આ પણ વાંચો : પાવાગઢ ડુંગર પર વહેલી સવારે મોટી હોનારત, પાટિયાપુલ નજીક પથ્થરો ધસી પડતાં યાત્રિકો દબાયા

આ પણ વાંચો : પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત

આ પણ વાંચો : પાવાગઢમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ,ભક્તોમાં ગભરાટ, કાલિકા મંદિર ટ્રસ્ટના સમયસર પગલાંથી રાહત મળી