દિવાળીના તહેવારો નજીકમાં જ છે ત્યારે રજામાં ફરવા જવા માટે હજારો લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો પ્લાન બનાવી રહ્યાં હશે.પરંતુ, આ વખતે બેસતુ વર્ષ સોમવારે છે અને સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતું હોય છે.જો કે આ દિવસે(સોમવાર) સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું રહેશે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર આઈ.કે. પટેલના જણાવ્યા અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે બંધ રહેતું હોય છે, પરંતુ દિવાળીના તહેવારોમાં જાહેર રજાને ધ્યાનમાં લેતા જનતા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂલ્લું રાખવામાં આવશે. જો કે, દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારને બદલે ગુરુવારે એટલે કે, 31 ઓક્ટોબરના રોજ બંધ રહેશે.
આ વર્ષે દિવાળી રવિવારે છે ,જ્યારે બેસતુ વર્ષ અને ભાઈબીજની રજા સોમ-મંગળના રોજ હોવાથી સ્વાભાવિક છે કે, ગુજરાતમાં આખુંય અઠવાડીયું રજાનો જ માહોલ રહેશે. આ દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખાસ્સો ધસારો રહેવાની શક્યતા છે.
લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા વગર પાછા ના ફરવું પડે એ કારણોસર સોમવારે તેને ચાલુ રખાયું છે.28 ઓક્ટોબરે સોમવારને બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર ગુરુવારે બંધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
