- ABVP-NSUI વચ્ચે ઘર્ષણના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસ-NSUIના ધરણાં
- કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે કરશે ધરણાં-પ્રદર્શન
- કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો જોડાશે
- અમદાવાદ કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય વ્યાપી ધારણા
- NSUIના કાર્યકરો પર થયેલા હુમલાને લઈ વિરોધ
- ભાજપના નેતાઓની હાજરીમાં હુમલો થયો
અમદાવાદમાં ABVP-NSUI વચ્ચે થયેલા ઘર્ષણના વિરોધમાં કોંગ્રેસ અને NSUI દ્વારા આજે રાજ્ય વ્યાપી ધરણાંના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ ગુજરાતના દરેક જીલ્લાના મુખ્ય મથક ખાતે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી ખાતે કોંગી કાર્યકર્તાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં કર્યા છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પાલડી વિસ્તારમાં ABVP અને NSUI વચ્ચે મારામારી સર્જાતા NSUIના કેટલાક કાર્યકર્તાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેના પગલે કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ હુમલો ભાજપના નેતાઓની હાજરીમાં થયો હતો. પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે. અમારો ગાંધી ચીંધ્ય માર્ગે વિરોધ યથાવત રહેશે.
પ્રિયંકા ગાંધી
અમદાવાદના પાલડી ખાતે એનએસયુઆઇ દ્વારા એબીવીપીના કાર્યાલય પર હલ્લાબોલ દરમિયાન થયેલી તકરાર પર હવે પ્રિયંકા ગાંધીએ પણ ઝંપલાવી દીધું છે. પ્રિયંકાએ એબીવીપીના કાર્યકરોને ગુંડા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ભાજપ સરકાર ગુંડાઓને છાવરે છે. પહેલા ભાજપના મંત્રીઓ જેલમાંથી બહાર આવતા ગુંડાઓને માળા પહેરાવતા હવે તો રોડ પર જ આંખો પર પટ્ટી બાંધી દીધી છે. જેથી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી શકાય. અમારું પ્રદર્શન શાંતિપૂર્ણ હોવા છતાં પણ એબીવીપીના ગુંડાઓએ અમારા કાર્યકરો પર હુમલો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
