રાજ્યમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે આવા સંજોગોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગના બનાવો બની રહ્યા છે. થોડા દિવસ પહેલા ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ લાગતાં અનેક4 લોકોનાં મોત નિપજયાં હતાં.આગના બનાવો આણંદમાં પણ વધી રહ્યા છે.તેેના અનુસંધાનમાં આણંદની 4 હોસ્પિટલો પાસે ફાયરની એનઓસી ના હોવાનું બહાર આવ્યું છે. આ ચાર હોસ્પિટલોને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફાળવામાં આવી છે.
કોવિડ હોસ્પિટલોમાં આગના બનાવો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને આણંદના ફાયર વિભાગે હોસ્પિટલોની ફાયર સેફટી સિસ્ટમ અને એનઓસી અંગે તપાસ હાથ ધરી છે. આ અંગે આણંદના ચીફ ફાયર ઓકિસર ધર્મેશ ગોરો જણાવ્યું હતું કે હાલના સમયમાં કોવિડ હોસ્પિટલોમાં આગના બનાવો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને તપાસ હાથ ધરવામાં આવી છે, ખાનગી 4 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી તેમને નોટિસ પાઠવવામાં આવી છે.
