બદલી/ ગુજરાતમાં ગૃહ વિભાગે આટલા પોલીસ ઇન્સપેક્ટરની સામુહિક બદલીના આપ્યા આદેશ,જાણો

ચૂંટણી કમિશનને એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય હોય તેમ જ પોતાના વતન હોય તેવા જગ્યાએથી પોલીસ કર્મચારીની બદલી કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી

Top Stories Gujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરનીના મહિના જ બાકી છે ત્યારે રાજ્ય સરકારે સત્વરે સામુહિક બદલીઓ અનેક વિભાગ કરવામાં આવી રહી છે. હાલ ગૃહ વિભાગે પાેેલીસ ઇન્સપેક્ટરઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલી માટે ચૂંટણી કમિશને સતત 3 વર્ષ માટે એક જ સ્થળે હોય તેવા પોલીસ ઇન્સપેકટરની બદલી માટે કાર્યવાહી હાથ ધરી હતી તે અંતર્ગત ગૃહ વિભાગ દ્નારા આદેશ આપવામાં આવ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી કમિશનને એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય હોય તેમ જ પોતાના વતન હોય તેવા જગ્યાએથી પોલીસ કર્મચારીની બદલી કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી જે માટે ગૃહ વિભાગે આજે એકસાથે 50 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે