Ahmedabad News/ રાજ્યની 8 યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સામે તપાસનો આદેશ, ઉચ્ચ શિક્ષણ વિભાગની કાર્યવાહી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 8 યુનિવર્સિટી (8 University)ના રજીસ્ટ્રાર સામે તપાસ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. લાયકાત, નિમણૂક પ્રક્રિયા અને વહીવટી ગડબડ અંગે મળેલી ફરિયાદો બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ગુજરાતની 8 Universityના રજીસ્ટ્રાર સામે તપાસ,સરકારનો નિર્ણય

Ahmedabad News: ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતી માહિતી મુજબ રાજ્યની 8 અલગ અલગ યુનિવર્સિટી (8 University)ના રજીસ્ટ્રાર સામે તપાસ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. રજીસ્ટ્રારની લાયકાત, નિમણૂક પ્રક્રિયા અને વહીવટી ગડબડ અંગે મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફરિયાદો બાદ સરકાર સક્રિય

પ્રાથમિક માહિતી અનુસાર કેટલીક યુનિવર્સિટીઓમાં રજીસ્ટ્રારની નિમણૂક દરમિયાન નિયમોનું યોગ્ય પાલન થયું છે કે નહીં તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા. સાથે સાથે તેમના કાર્યકાળ દરમિયાન વહીવટી ગડબડ અને ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો પણ સરકાર સુધી પહોંચતા ઉચ્ચ શિક્ષણ વિભાગે મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

8 university

8 University તપાસ હેઠળ

આ તપાસમાં રાજ્યની અનેક મોટી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સહિત કુલ 8 યુનિવર્સિટીઓ (8 University)ના રજીસ્ટ્રારના કામકાજની સમીક્ષા કરવામાં આવશે. સરકારના આ પગલાં બાદ સંબંધિત યુનિવર્સિટીઓમાં ચર્ચાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

લાયકાત અને કામગીરીની થશે તપાસ

ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ હવે મળેલી ફરિયાદોના આધારે વિગતવાર તપાસ કરશે. તપાસ દરમિયાનરજીસ્ટ્રારની શૈક્ષણિક લાયકાત, નિમણૂક પ્રક્રિયા,વહીવટી કામગીરી આ બધાની સમીક્ષા કરવામાં આવશે.

પારદર્શિતા જાળવવાનો સરકારનો પ્રયાસ

સરકારનું કહેવું છે કે રાજ્યની યુનિવર્સિટીઓમાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા આગળની કાર્યવાહી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી કે ‘આરામ ગૃહ’? અધિકારીઓ મસ્ત, વિદ્યાર્થીઓ ત્રસ્ત!

આ પણ વાંચો:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમા 141માંથી માત્ર 1 વિદ્યાર્થી પાસ થયો, ગયા વર્ષે પણ યુનિવર્સિટીની પરીક્ષાને લઈને વિવાદ થયો હતો

આ પણ વાંચો:રાજ્યના વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયોને ગ્લોબલ રેન્કિંગમાં સરકારએ કસી કમર, કેવડિયા ખાતે શિક્ષણવિદોનું વિચારમંથન