Rajkot News/ જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે રાત્રે 8 વાગ્યા સુધી જ જીરુની આવક લેવાશે

જસદણ માર્કેટિંગ યાર્ડે મંગળવારે રાત્રે આઠ વાગ્યા પછી જીરાનો પાક ન લેવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં અસંતોષ છે. એપીએમસીએ માવઠાના પગલે આ નિર્ણય લીધો છે. તેના કારણે ખેડૂત નારાજ છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Jasdan માર્કેટિંગ યાર્ડના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી

Rajkot News:  હવામાન વિભાગ (IMD) ની રાજ્યમાં માવઠાની આગાહીના પગલે રાજ્યના માર્કેટ યાર્ડો (APMC)માં પણ હલચલ મચી ગઈ છે. હવામાન વિભાગની આગાહીના લીધે રાજકોટના જસદણ  (Jasdan) ના માર્કેટિંગ યાર્ડે (APMC) નિર્ણય લીધો છે કે મંગળવારે રાત્રે આઠ વાગ્યા સુધી જ જીરુ (Cumin)ની આવક મંજૂર થશે. તેના પછી જીરુ માર્કેટ યાર્ડમાં ઉતારવાની મંજૂરી નથી.

સૌરાષ્ટ્રના બીજા માર્કેટિંગ યાર્ડ પણ જસદણ (Jasdan) ને અનુસરી શકે

જસદણ માર્કેટિંગ યાર્ડ મુજબ 17થી 21 માર્ચ સુધી કોઈપણ પ્રકારનો જથ્થો ઉતારવાની મનાઈ છે. 22 માર્ચથી માર્ચ એન્ડિંગને લઈને ખરીદવેચાણ બંધ કરવામાં આવ્યા છે. જયારે પહેલી એપ્રિલથી ખરીદ વેચાણનું કામ શરૂ થશે તેમ માનવામાં આવે છે. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના બીજા માર્કેટિંગ યાર્ડ પણ તેને અનુસરે તેમ માનવામાં આવે છે.

એપીએમસીના નિર્ણયને લઈને ખેડૂતોમાં અસંતોષ

જો કે આના કારણે ખેડૂતો (Farmers)માં વ્યાપક પાયા પર અસંતોષ પણ જોવા મળે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી બરોબર છે પરંતુ ખેડૂતોને તેમના પાકને લઈને પૂરેપૂરો સમય આપવામાં આવ્યો નથી તેવું તેઓ માની રહ્યા છે. તેમને લાગી રહ્યુ છે કે એપીએમસી (APMC)તેમની મનમાની રીતે નિર્ણય લઈ રહી છે. આ નિર્ણય ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર લેવામાં આવ્યા હોવાનું ખેડૂતો માને છે.

ખેડૂતોને પડ્યા પર પાટુ મારતો નિર્ણય

જસદણ માર્કેટ યાર્ડના નિર્ણયના લીધે ત્યાં પાક લઈને આવતા ખેડૂતોની સ્થિતિ વસમી થઈ શકે છે. તેમનો સવાલ એ છે કે આ રીતે માર્કેટિંગ યાર્ડ મનમાન્યા નિર્ણય લે તો પછી ખેડૂતોના તૈયાર પાકની જવાબદારી કોણ લેશે. ખેડૂત તૈયાર પાક લઈને ક્યાં જશે. જો આટલું મોટું માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના પાકની જાળવણીની જવાબદારીમાંથી હાથ ખંખેરશે તો ખેડૂતો ક્યાં જશે. સરકારે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના હિતોને જાળવવા માટે બનાવ્યા છે, નહીં કે વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે.

તેથી જ્યારે વિપરીત સ્થિતિ હોય ત્યારે માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને મદદ કરવી જોઈએ. તેના બદલે અહીં તો સીધો ખેડૂતોને ફટકો મારવામાં આવી રહ્યો છે. ખેડૂતને વિપરીત સ્થિતિમાં મદદ કરવાની વાત તો બાજુએ રહી પણ પડતા પર પાટુ મારતા હોય તે સ્થિતિમાં મૂકી દેવામાં આવે તો પછી આવા માર્કેટિગ યાર્ડોની ખેડૂતોને શી જરૂર છે.


આ પણ વાંચો: જસદણ APMCએ એક વિવાદાસ્પદ મુદ્દા પર લીધો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: “હક્ક લઈને જ ઝંપીશું”! હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોનો સચિવાલયમાં હલ્લાબોલ

આ પણ વાંચો:  રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી