નિવેદન/ કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ગુજરાત અને હિમાચલની ચૂંટણી પર જાણો શું કહ્યું…

આજે ગુજરાત સહિત હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ આવ્યા છે ,ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે,જેના લીધે વિરોધ પક્ષના તો સૂંપડા સાફ થઇ ગયા છે

Top Stories India

આજે ગુજરાત સહિત હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ આવ્યા છે ,ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે,જેના લીધે વિરોધ પક્ષના તો સૂંપડા સાફ થઇ ગયા છે. ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને 156 બેઠકો હાંસિલ કરી છે, ભાજપની સૂનામી સામે કોંગ્રેસ ધારાશાયી થઇ ગઇ હતી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા હતા જેના લીધે કોંગ્રેસની કારમી હાર થઇ હતી. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને ભાજપ પર આખરા પ્રહાર કર્યા હતા.હિમાચાલ પ્રદેશના પરિણામથી કોંગ્રેસને બૂસ્ટર ડોઝ મળશે

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને  લખ્યું કે ગુજરાતના પરિણામ અત્યંત ચોકાવનારા છે, રાજ્યનો પરિણામ ખુબ નિરાશાજનક રહ્યો છે કોંગ્રેસ સામે 3 પક્ષોનું ગઠબંધન જોવા મળ્યું હતું. ભાજપ આપ અને એએમઆઇએમના ગઠબંધનના લીધે કોંગ્રેસની કારમી હાર થઇ હતી. મતોનું ધ્રુવીકરણના લીધે કોંગ્રેસની આ સ્થિતિ સર્જાઇ છે. અમે ફરીથી મત શેર મેળવવાનો પ્રયાસ કરીશું.ગુજરાતમાં અમારો જ વિકલ્પ છે, જયારે હિમાચલ પ્રદેશની જીતથી કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધશે અને મનોબળ પણ ખુબ વધશે. અહિયા ગૃહમંત્રીનું હાઇ વોલ્ટેજ ડ્રામા નિષ્ફળ ગયું છે. કોંગ્રેસ અહીંયા લોકોને આપેલા સંકલ્પો પરિપૂર્ણ કરશે.