સુરેન્દ્રનગર/ રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે આવતા ધો.1 માં અભ્યાસ કરતા માસૂમનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને  આખલાએ અડફેટે લેતા મોત થયું છે.

Top Stories Gujarat Others
મોત

ગુજરાતમાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. રાજ્યમાં ઢોરના ત્રાસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક માસૂમનો જીવ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને  આખલાએ અડફેટે લેતા મોત થયું છે.

મળતી માહિતી અનુસારા, સુરેન્દ્રનગરના  નાના ટિંબલા ગામમાં પણ વધુ એકનો ભોગ રખડતાં ઢોરે લીધો છે. અહીં  બે આખલા અચાનક સામે સામા આવી ગયા અને બાખડી પડ્યાં. આ સમયે દરમિયાન નજીકમાં એક બાળક રમતું હતું. બાળક આ બંને આખલાની અડફેટે આવી ગયું અને આખલાએ બાળકને હવામાં ફંગોળ્યો. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો  જો કે કમનસીબે  બાળકનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લા સહિત ઘણા વિસ્તારોમાં રખડતા અબોલ જીવોનો ત્રાસ એટલી હદે છે કે નાના મોટા અકસ્માતો પણ ઘણીવાર સર્જાતા હોય છે જેમાં નિર્દોષ વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવતા પણ જોવા મળે છે એવો જ એક બનાવ પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર રોડ પરથી સામે આવ્યો છે પંચાસર હાઇવે બસ સ્ટેન્ડની નજીક 26 વર્ષીય ખેડૂત અજીતભાઈ રાજુભાઈ ગોહિલ ખેતર થી પોતાનું બાઈક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પંચાસર બસ સ્ટેન્ડની નજીક એક અબોલ જીવે તેમને ટક્કર મારી અડફેટે લેતાં બાઈક ચાલક અજીતભાઈ બાઇક સાથે રોડ પર પછડાયા હતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ગંભીર રૂપે ઘાયલ થયેલા અજીતભાઈ ને તાત્કાલિક શંખેશ્વર આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ શંખેશ્વર આરોગ્ય કેન્દ્રમાં તેમને મૃત જાહેર કરવામાં આવતા પંચાસર ગામે અજીતભાઈ ના પરિવારજનોમાં મોતનો માતમ છવાયો હતો પરીવારજનો માં દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી ગામ આખાય માં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો પોલીસે આ અકસ્માતની વિગતો પ્રાપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:ધો.9 માં ભણતા વિદ્યાર્થીએ ફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન, આપઘાત પાછળનું કારણ જાણીને આવશે ગુસ્સો

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ, બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પહોંચ્યા

આ પણ વાંચો:વલસાડ સરીગામ GIDCમાં બ્લાસ્ટ, ત્રણ કામદારના મોત: 2 લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:AMC ના આ વિભાગ પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો, તંત્રમાં મચ્યો ખડભડાટ