અમદાવાદ/ મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ, બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પહોંચ્યા

મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ હતું અને AMCના અધિકારીઓ નિરિક્ષણ માટે પહોંચ્યા છે. એટલું જ નહીં બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પણ પહોંચ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
AMC
  • અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ મામલો
  • મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ
  • AMCના અધિકારીઓ નિરિક્ષણ માટે પહોંચ્યા
  • બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પણ પહોંચ્યા
  • કમિશનર કરી રહ્યા છે બ્રિજનું નિરિક્ષણ

ગુજરાતમાં ઝડપી વિકાસ ભાજપનો મંત્ર છે પરંતુ અમદાવાદમાં પાંચ વર્ષ પહેલા બનેલો એક બ્રિજ સત્તા પર રહેલી ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે. હાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા બાદ તે અંગે અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની અસગ ગાંધીનગરમાં થઈ છે. અહેવાલ પ્રસારિત થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની ગંભીરતાથી નોંધ લીધી છે.આવામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ AMC જાગ્યુ હતું અને AMCના અધિકારીઓ નિરિક્ષણ માટે પહોંચ્યા છે. એટલું જ નહીં બ્રિજના નિરિક્ષણ માટે ખુદ કમિશનર પણ પહોંચ્યા છે.

તંત્રની આ બેદરકારીનો સામનો હાલ હાટકેશ્વર બ્રિજની આસપાસ રહેતા વેપારીઓ અને સ્થાનિકોએ કરવો પડી રહ્યો છે. બ્રિજ બંધ હોવાને કારણે અહીં ટ્રાફિકની સમસ્યાથી અહીંના લોકો હેરાન થઇ રહ્યા છે. એમ્બ્યુલસ જેવા વાહનો અહીંથી પસાર થઇ શક્તા નથી.

2017માં બ્રિજ ખુલ્લો મૂકાયો અને ચાર વર્ષ માર્ચ 2021માં ગાબડા પડ્યા ત્યારથી આખીય Corrupt Administration બાબતને ગોળગોળ ફેરવવામાંવી રહી છે. ફાંસીએ ચડાવવા જાડા નરની શોધ ચાલી રહી છે, પાતળો છે એ પોતીકો છે,તેને બચાવી લેવાનો છે. જો મોરબી દુર્ઘટનામાં જયસુખભાઈ પટેલ સામે કાર્યવાહી ચાલી શકતી હોય તો અહીં કેમ કોન્ટ્રાક્ટરને હલકી કપચી વપરાઈ હોવાનું લેબ ટેસ્ટિંગમાં સાબિત થયા છતાં બચાવવામાં આવી રહ્યા છે.

કોંક્રીટનો પહેલો રિબાઉન્ડ હેમર જેવો પ્રાયમરી ટેસ્ટ સીમેક લેબમાં કરાયો જેમાં કોંક્રીટની સ્ટ્રેન્થ એમ 45 હોવી જોઈએ જે એમ25-30 નીકળી. બાદમાં ત્રણ કન્સલ્ટન્ટની કમિટી નીમાઈ ત્યાં સુધી ડિટેઇલ ટેસ્ટ કરાવવાની બાબબતને રહસ્યમય રીતે અમલમાં ન મૂકાઈ. બાદમાં કેસીટી અને સીમેક લેબોરેટરીઝમાં અલ્ટ્રાસોનિક પલ્સવેલો સિટી (યુપીવી) અને એનડીટી ટેસ્ટ કરાવાતા કોંક્રીટની સ્ટ્રેન્થ Corrupt Administration એમ-15 અને તેથી પણ ઓછી નીકળી. આ બાબત સ્વયં સ્પષ્ટ છે કે મટીરિયલ હલ્કા પ્રકારનું વપરાયું છે. હવે બ્રિજ તોડીનો નવો બનાવવો પડશે તે ખાતર પર દિવેલની જેમ બીજા 150 કરોડનોખર્ચ થશે અને વધુ બે વર્ષ લોકો હેરાન થશે. અગાઉ 40 કરોડના ખર્ચ બાદ રીપેરિંગમાં 90 લાખ ખર્ચાયા છે. બે વર્ષથી ચકડોળે ચડેલા પ્રશ્નના અંતિમ તારતમ્ય સુધી ‘મ્યુનિ. જેવુ જવાબદાર તંત્ર’ પહોંચી શકતું નથી. અમદાવાદના નાગરિકો માટે આ બાબત આધાત આપનારી છે.

આ પણ વાંચો:AMC ના આ વિભાગ પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો, તંત્રમાં મચ્યો ખડભડાટ

આ પણ વાંચો:લગ્ન વિધિ વચ્ચે હાર્ટ એટેકથી દુલ્હનનું મોત, જાન ખાલી હાથે પછી ના જાય તે માટે પરિવારે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો:વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં

આ પણ વાંચો:દફનાવેલી દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસ ફીફા ખાંડે છે