સુરેન્દ્રનગરના થાનગડમાં કહેવાતા સભ્ય સમાજને કલંકીત કરતી ઘટના સામે આવી હતી.જેમાં દફન કરવામાં આવેલી દોઢ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ થયુ હોય તેની પરિવારજનો દ્વારા આશંકા સેવાઈ રહી હતી.બાળકીને હ્રદયમાં હોલ હોવાથી બાળકીનું મોત નિપજ્યુ હતું.બાળકીની દફનવિધી કરવામાં આવી હતી.
દફન કરવામાં આવેલી દોઢ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારાયાની જધન્ય ઘટના બની છે.બાળકીને હ્રદયમાં હોલ હોવાથી બાળકીનું મોત નિપજ્યુ હતું. બાળકીની દફનવિધી કરવામાં આવી હતી. દફનવિધી બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં હોવાની પરિવારને જાણ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ડોક્ટરે બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ થયુ હોવાની જાણ કરી હતી.ફોરેન્સિક પીએમની પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ ન થયુ હોવાનું સામે આવ્યુ છે.ત્યારે પોલીસ મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે કાર્યવાહી કરી રહી છે.
આ કેસમાં પરિવારજનો એવી માંગ કરી રહ્યા છે કે, આવા નરાધમો સામે કડક પગલાં પોલીસ લે. તાત્કાલિક ધોરણે એને પકડીને એક્શન લેવામાં આવે. પોલીસે બાળકીને જ્યા દફનાવવામાં આવી હતી એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી લીધા છે.
આ ઉપરાંત પોલીસ પોતાના બાતમીદારો પાસેથી પણ આ કેસ અંગે વિગત ભેગી કરી રહી છે. જોકે, કેસમાં એમના પરિવારજન એવું કહે છે કે, ધાર્મિક કાર્ય હેતું જ્યારે ફરીથી ત્યાં ચણ નાંખવા માટે ગયા ત્યારે આ અંગેની ખબર પડી હતી. જ્યારે દફનવિધિ કરી ત્યારે દીકરીને કપડાં પહેરાવેલા હતા. પણ પછી જોયું તો દીકરીના અંગ પર કપડાં ન હતા. આ કેસમાં પોલીસ પૂરતી તપાસ કરાવે એવી માંગ ઊઠી છે. જોકે, હજુ ફોરેન્સિક રીપોર્ટ આવવાનો બાકી છે.
આ પણ વાંચો:વૈષ્ણવ આચાર્ય વ્રજેશ કુમાર બ્રહ્મલીન, વૈષ્ણવ સમાજમાં છવાયો શોક
આ પણ વાંચો:અંત્રોલી નજીક ટેમ્પો અને બાઇકનો અકસ્માત, દંપતી સહિત 4 લોકોના મોત
આ પણ વાંચો:કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.8નો અનુભવાયો આંચકો: લોકોમાં છવાયો ભય
આ પણ વાંચો:ઈડરમાં હડકાયા શ્વાનનો બે વર્ષના બાળક પર હુમલો, આવ્યા 80 ટાંકા
