Jamnagar Police News: જામનગર પોલીસ બેડામાં આજે અચાનક થયેલા એક આદેશથી ભારે ચર્ચા જાગી છે. સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.પી.ઝાને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મુકાયા છે. જિલ્લા પોલીસ વડા (SP) ડો. રવિ મોહન સૈની દ્વારા કરવામાં આવેલા આ આકસ્મિક હુકમથી પોલીસ આલમમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
Jamnagar : તાત્કાલિક અસરથી ચાર્જ સોંપવા સૂચના
SP ડો. રવિ મોહન સૈનીએ આદેશ જારી કરતાની સાથે જ પી.પી.ઝાને પદ પરથી હટાવી તેમનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવા સૂચના આપી હતી. પી.પી.ઝાને લીવ રિઝર્વમાં મુકાયા બાદ હવે સીટી ‘બી’ ડિવિઝનનો વધારાનો ચાર્જ સીટી ‘સી’ ડિવિઝનના PI એન.બી. ડાભીને સોંપવામાં આવ્યો છે.

શા માટે લેવાયો આ નિર્ણય? ભેદ અકબંધ
સામાન્ય રીતે કોઈ મોટા કારણ વગર ચાલુ ફરજે રહેલા PI કક્ષાના અધિકારીને એકાએક લીવ રિઝર્વમાં મૂકવામાં આવતા નથી. પી.પી.ઝાને અચાનક જ સાઇડ લાઇન કરી દેવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, આ બદલી પાછળનું સાચું કારણ હજુ પણ પોલીસ ચોપડે અકબંધ છે.
આ પણ વાંચો: જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં વૃદ્ધ દંપતીની આત્મહત્યા
આ પણ વાંચો: જામનગર શાક માર્કેટમાં રીક્ષામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
આ પણ વાંચો: જામનગરના નવા ફ્લાયઓવર પર બાઈક સવારનું મોત
