Indian Army/ જય હો….ભારતીય સેનામાં તૈનાત થશે વધુ 38 બ્રહ્મોસ મિસાઈલ

ભારતીય સેના દ્વારા યુદ્ધની તાકાતમાં વધારો કરવા માટે તાજેતરમાં જ અત્યાધુનિક ટેન્કનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત આ દિશામા પગલું ભરતા રમો સુપર સોનિક ક્રુઝ

Top Stories World
indian neavy

ભારતીય સેના દ્વારા યુદ્ધની તાકાતમાં વધારો કરવા માટે તાજેતરમાં જ અત્યાધુનિક ટેન્કનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત આ દિશામા પગલું ભરતા રમો સુપર સોનિક ક્રુઝ મિસાઈલો ખરીદવા માટે ભારતીય નૌસેનાએ તૈયારી કરી લીધી છે.પોતાના યુદ્ધ જહાજોની વ્યૂહાત્મક શક્તિઓ વધારવા માટે, ભારતીય નૌસેનાએ 38 વધુ રેન્જની બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલો ખરીદવાની દરખાસ્ત કરી છે. આ મિસાઇલો આશરે 450 કિ.મી.ના અંતરેથી લક્ષ્યને ટકી શકે છે. આ મિસાઇલો વિશાખાપટ્ટનમ વર્ગ યુદ્ધ જહાજ ઉપર લગાવાશે, જે ટૂંક સમયમાં નૌકાદળની સક્રિય સેવામાં કાર્યરત થશે.

#CoronaUpdate / 11 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા કુલ 1110 નવા કેસ……

India's BrahMos missile test sends message to China - Asia Times

ગોંડલ / 12 વર્ષના ટેણિયાનો કમાલ, 100 સેકન્ડમાં 100 ભાગાકારનો પડકાર…

એજન્સી એએનઆઈના અનુસાર, સરકારી સૂત્રોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ‘વધુ રેન્જની 36 બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલો ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલયને 1800 કરોડ રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે. આ પ્રસ્તાવને ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી સંભાવના છે. ‘ આ ખરીદી પછી, નૌકાદળની શક્તિઓ અને લડાઇ ક્ષમતામાં વધુ વધારો થશે.

India's BrahMos missile test sends message to China - Asia Times

નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…

આપણે જાણીએ કે બ્રહ્મોસ મિસાઇલ નૌકા યુદ્ધ જહાજોનું મુખ્ય શસ્ત્ર હશે અને તે પહેલાથી જ ઘણા યુદ્ધ જહાજો પર તૈનાત કરી દેવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાએ ઊંડા સમુદ્રમાં 400 કિલોમીટરથી વધુની નિશાનીઓને મસ્ત કરવાની મિસાઈલની ક્ષમતા દર્શાવવા માટે તેના યુદ્ધ જહાજ આઇ.એન.એસ. ચેન્નાઇથી બ્રહ્મોસ મિસાઇલના અનેક સફળ પરીક્ષણો કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…