Earthquake/ કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.8નો અનુભવાયો આંચકો: લોકોમાં છવાયો ભય

કચ્છમાં સવારે 10.49  કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં  3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 62 કિલોમીટર દૂર પાકિસ્હોતાન સરહદ પાસે નોંધાયું હતું. 

Top Stories Gujarat Others
ભૂકંપનો આંચકો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાય રહ્યા છે. ત્યારે અમરેલી અને રાજકોટ બાદ આજે ફરી કચ્છમાં સવારે 10.49  કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં  3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 62 કિલોમીટર દૂર પાકિસ્હોતાન સરહદ પાસે નોંધાયું હતું.  બે દિવસ બાદ ફરી કચ્છમાં ભૂંકપનો આંચકો આવતાં લોકોની ચિંતા વધી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભૂકંપનો બીજો આંચકો આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે મોડી રાત્રે અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ હતી. રાત્રે 1.42 વાગ્યે આ ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે.  ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 45 કિમી દુર નોંધાયું હતું.

છેલ્લા ઘણાં સમયથી અમરેલીનાં ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે 23 ફેબ્રુઆરીએ અમરેલીની ધરતી ધણધણી ઉઠી હતી. 23 ફેબ્રુઆરીએ સવારે 9:06 કલાકે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે અમરેલીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું.

કચ્છ, અમરેલી, સુરત સહિતના જિલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇન માનવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈનમાં મુખ્ય ટ્રાઇનગેલના લીધે ભૂકંપ આવે છે. ટ્રાઇએંગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇનમાં ડિસ્ટર્બનથી ભૂકંપો વધ્યા છે તેવું પણ એક અનુમાન સામે આવ્યું છે.

રવિવારે રાજકોટથી 270 કિમી દૂર કચ્છ-પાકિસ્તાન સરહદે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, રાજકોટથી 270 કિમી દૂર જમીનમાં 10 કિમી ઊંડે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. રવિવારે બપોરે લગભગ 3.21 કલાકે ભૂકંપનો આ આંચકો અનુભવાયો હતો. આ આંચકાથી જાનમાલને નુકસાન થયું નથી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 6 આંચકા નોંધાયા છે. જોકે, તેની તીવ્રતા ઘણી ઓછી હતી.

આ પણ વાંચો:ગુજરાતમાં ભૂકંપથી ધ્રુજી ધરા, જાણો હવે ક્યાં આવ્યો 3.3 ની તીવ્રતાનો આંચકો

આ પણ વાંચો:ગુજરાતના આ જિલ્લામાં 2 વર્ષમાં આવ્યા ભૂકંપના 400 ‘આંચકા’

આ પણ વાંચો:રાજકોટમાં મેદાનમાં રમતા બાળકને શ્વાને ભર્યા બચકા, જાણો કેવી છે માસૂમની હાલત

આ પણ વાંચો:સુરતમાં શ્વાનના હુમલાની વધુ એક ઘટના, બાળકીના ગાલ અને પગના ભાગે ભર્યા બચકા