ICC Women's World Cup/ વિશ્વ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો,એલિસા હિલીની 170 રનની યાદગાર ઇનિંગ્સ

ક્રાઈસ્ટચર્ચમાં ચાલી રહેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

Top Stories Sports
8 3 વિશ્વ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 357 રનનો ટાર્ગેટ આપ્યો,એલિસા હિલીની 170 રનની યાદગાર ઇનિંગ્સ

ટૂર્નામેન્ટની બે સૌથી સફળ ટીમો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ICC મહિલા વિશ્વ કપની ખિતાબી મેચમાં સામસામે છે. ક્રાઈસ્ટચર્ચમાં ચાલી રહેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 356 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને જીતવા માટે 357 રનના લક્ષ્યાંકનો પીછો કરવો પડશે. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા હીલીએ સૌથી વધુ 170 રન બનાવ્યા હતા, જ્યારે રશેલ હેન્સ (68) અને બેથ મૂની (62)એ અડધી સદી ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે આ વિશાળ સ્કોરને પીછો કરવા ઇંગ્લેન્ડની ટીમે સારા રનરેટથી રમવું પડશે, નિષ્ણાતોના મતે ઇંગ્લેન્ડ માટે આ પડકાર જનક સ્કોર છે. ક્રિકેટમાં કંઇ પણ થઇ શકે છે.