ઊડતી બસ/ હવે ફ્લાઇટમાં નહીં બસમાં પણ ઊડી શકાશે, જાણો સરકારના એરિયલ ટ્રામ વેના આયોજન વિશે

ઊડતી બસ એક અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ ફેસીલીટી છે. રોડ ઉપર વધતાં જતાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી છે.

Top Stories Tech & Auto
ઊડતી બસ

જો ટ્રાફિકની સમસ્યાથી તમે અકડાઈ ગયા હોય તો હવે નિરાંતનો શ્વાસ લઈ લો. કારણકે હવે ટ્રાન્સપોર્ટેશન માટે ઊડતી બસ આવશે. ખૂબ ઝડપથી રોડની સાથે સાથે હવામાં ઊડતી બસ પણ દેશમાં જોવા માળશે. મળતા  સમાચાર અનુસાર રોડ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ કેટલાક અધિકારીઓ સાથે હવામાં ઊડતી બસ વિશે નવા વિચાર આ અંગે વાતચીત કરી હતી. સરકાર તેના ઉપર આગળ વિચારણા કરી રહી છે. આ બાબતની જાણકારી તેમણે ખુદ એક ટ્વિટમાં આપી હતી. જેથી ખૂબ જ ઝડપથી બુલેટ ટ્રેનની સાથે સાથે હવે એરિયલ ટ્રામ વે જોવા મળે તો નવાઈ નહીં.

“એરિયલ ટ્રામ વે” કેવી રીતે કામ કરે છે?

એરિયલ ટ્રામ વે જેને ભારતીયો ઊડતી બસ કહીને વધુ ઓળખે છે તે એક અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ ફેસીલીટી છે. રોડ ઉપર વધતાં જતાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી છે. પહાડી વિસ્તારમાં મુસાફરીને સરળ કરવા માટે એરિયલ ટ્રામ વે એક સારો ઉપાય બની શકે છે. સામાન્ય રીતે લોકો તેને રોપવે સમજે છે પરંતુ એરિયલ ટ્રામ વે કરતાં ઘણું જ અલગ છે. જો તમે ક્યારેય પહાડી વિસ્તારમાં મુસાફરી કરી હોય તો દોરડાની મદદથી પહાડ ચડવાનું અથવા તો નદીને પાર કરવાની રીત જોઈ હશે. તે દોરડાના સહારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વ્યક્તિએ પણ સતત મહેનત કરવી પડે છે. જો હવે આ મેકેનિઝમને ઇલેક્ટ્રોનિક મોટર ટ્રેકશન કંટ્રોલ યુનિટ સાથે જોડીને બનાવવામાં આવે તો આજના જમાનાની એરિયલ ટ્રામ વે બની જશે.

“એરિયલ ટ્રામ વે”ના લાભ

પહાડી અથવા છેવાડાના વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ બનાવવા શક્ય નથી અથવા તો મુશ્કેલ છે ત્યાં પરિવહન માટે એરિયલ ટ્રામ વે ખૂબ સારું ઓપ્શન બની શકે છે. તેમાં એક સાથે 25 થી 230 મુસાફરો મુસાફરી કરી શકે છે. ઉપરાંત તેમનો સામાન પણ લઈ જઈ શકાય છે. રિયલ ટ્રામ વેની સ્પીડ 45 કિમી પ્રતિ કલાક રહી શકે છે. આ માટે જ તે મેટ્રો શહેરમાં ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગમાં લઇ શકાય છે. ઉપરાંત વર્તમાનમાં રહેલા કોઈપણ ટ્રાન્સપોર્ટેશનના સાધનની સરખામણીએ એરિયલ ટ્રામ વે ખૂબ ઓછી જગ્યા રોકે છે. યુરોપિયન દેશોમાં એરિયલ ટ્રામ વે ખૂબ જ લોકપ્રિય છે. જર્મની, ફ્રાન્સ અને અલ્ફાસના પર્યટકોમાં સૌથી વધારે પોપ્યુલર ટ્રાન્સપોર્ટ મોડ તરીકે એરિયલ ટ્રામ વે એટલે કે ઊડતી બસ ને જોવામાં આવે છે.

આ પણ વાંચો :નીતિન ગડકરીએ ધુમાડાને બદલે પાણી છોડતી કાર કરી લોન્ચ : પ્રદૂષણથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય 

આ પણ વાંચો :PM મોદી જે કારમાં મુસાફરી કરે છે, તેનું નવું મોડલ લોન્ચ, ફીચર્સ અને કિંમત જાણી થશે આશ્ચર્ય… 

આ પણ વાંચો :લગ્ન માટે ભાડે લઈ જાઓ માત્ર 15000 માં ટાટા નેનો હેલિકોપ્ટર, બુકિંગ માટે લાગી લાંબી કતાર…

આ પણ વાંચો : રાત્રે ડ્રાઇવિંગ કરતાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન …