Not Set/ ભાવનગરની સૌથી મોટી હોસ્પિટલમાં ગંદકીને કારણે દર્દીઓ પરેશાન

હોસ્પિટના પટાંગણમાં ઘણા દિવસથી રોડના કામમાં ગટર લાઇન તૂટેલી છે તેમજ અંદરના ભાગે ડ્રેનેજ પાઇપ લાઈનો તૂટેલી હોવાના કારણે ચારેતરફ ગંદકી ફેલાય છે.

Top Stories Gujarat Others
હોસ્પિટલ

ચોમાસામાં મચ્છર જન્ય રોગોનો વધારો થાય છે ત્યારે રોગોના ઈલાજ માટે દર્દીઓ  હોસ્પિટલ આવતા હોય છે પરંતુ ભાવનગરની સર્ટી હોસ્પિટલ આવતા દર્દી અહીંની ગંદગીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભાવનગર સર્ટી હોસ્પિટલમાં રોજનાં હજારો દર્દીઓ આવતા હોય છે. હોસ્પિટલનાં પટાંગણમાં ગંદકી ગંદકી જોવા મળતી હોવાથી હોપસીટલ સારવાર માટે આવતા દર્દીઓને સારવારની બદલે નવો રોગચાળો થવાનો ભય સતાવી રહ્યો છે. ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સફાઈને લઈને સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલી વધી રહી છે. જેમાં સર્ટી હોસ્પિટના પટાંગણમાં ઘણા દિવસથી રોડના કામમાં ગટર લાઇન તૂટેલી છે તેમજ અંદરના ભાગે ડ્રેનેજ પાઇપ લાઈનો તૂટેલી હોવાના કારણે ચારેતરફ ગંદકી ફેલાય છે.  જેને લીધે હોસ્પિટલમાં આવતા દર્દી અને સંબંધીને રોગચાળો થવાના ડર ઉભો થયો છે.  કેટલાક દર્દીઓ હોસ્પિટલ આવવા માટે તૈયાર નથી.

હોસ્પિટલ

ભાવનગર સર તખ્તહસિંહજી હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે. જિલ્લાના અનેક વિસ્તરોમાંથી લોકો અહીં સારવાર માટે આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં સફાઈને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે હોસ્પિટલ સંચાલકો સાથે વાતચીત કરતા તેઓનું કહેવું હતું કે, હોસ્પિટલના મુખ્ય બિલ્ડીંગ પાસે રોડના કામ પર ખોદકામ કરતા ડ્રેનેજ લાઇન તૂટેલી છે. જે અંગે હોસ્પિટલને નોટિસ પણ આપેલ છે. જે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી કામ કરવામાં આવશે.

હોસ્પિટલ

આ પણ વાંચો :  52 અઠવાડિયાનાં નીચલા સ્તરે સેન્સેક્સ : રૂ.5 લાખ કરોડનું નુકસાન