Not Set/ મોટર સાયકલ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના 11 બાઇકો સાથે 7 ઇસમો ઝડપાયા

છોટાઉદેપુર જીલ્લા પોલીસે સપાટો બોલાવતા   મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના ઇસમોને પકડી પાડી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 11 બાઇકો સાથે સાત ને ઝડપી પાડ્યા છે.

Gujarat
chhota udepur byke chori 1 મોટર સાયકલ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના 11 બાઇકો સાથે 7 ઇસમો ઝડપાયા

 સુલેમાન ખત્રી, છોટાઉદેપુર @મંતવ્ય ન્યૂઝ

છોટાઉદેપુર જીલ્લા પોલીસે સપાટો બોલાવતા   મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના ઇસમોને પકડી પાડી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 11 બાઇકો સાથે સાત ને ઝડપી પાડ્યા છે.  કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના રેણદા ચેક પોસ્ટ પાસે હાઇવે રોડ ઉપર છોટાઉદેપુર જીલ્લા પોલીસ  વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન ચોરીની મોટર સાઇકલો સાથે સાત ઇસમોને પકડી પાડેલ જેઓની પુછ-પરછ દરમ્યાન તેઓએ અલગ-અલગ જિલ્લામાંથી મોટરસાયકલ ચોરીના ગુનાને અંજામ આપેલ તેવી કબુલાત કરી હતી.

આ કબુલાતના પગલે પોલીસે સાત ઇસમને ઝડપી પાડ્યા હતા

  (૧) નજરભાઇ ઉર્ફે નજરૂ કિંદરીયાભાઇ તોમર રહે.સિખોડા વાકલી ફળીયા તા.સોઢવા જી.અલીરાજપુર
(૨) ગોવિંદભાઇ હેમતાભાઇ જમરા રહે.કુભી ખજાન ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર.
(૩) મનીશભાઇ ગેંદાભાઇ ચૌહાણ રહે.પિથનપુર પટેલ ફળીયા તા.જી.લીરાજપુર (મધ્યપ્રદેશ).
(૪) નાનસિંગભાઇ ફતુભાઇ ડાવર રહે.બોકડીયા ગુરાટ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર.
(૫) સુભાષભાઇ સુમલાભાઇ બામનીયા રહે રિછવી પટેલ ફળીયા તા.કઠિવાડા જી.અલીરાજપુર.
(૬) મુકેશભાઇ ખુમસિંગભાઇ બામણિયા રહે.કાલી બેલ ભાવરસેડ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર.
(૭) બકાભાઇ ભણતાભાઇ રાઠવા રહે.સિહાદા સામી ધેડ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર.

જેમની પાસે થી રીકવર કરેલ મુદ્દામાલ 

(૧) હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્રો મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-06-HP-1401 કિ.રુ.૩૦,૦૦૦/-
(૨) હિરો હોંડા મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-05-GD-0863 કિ.રૂ.૨૫,૦૦૦/-
(૩) સીબી સાઇન કાળા કલરની મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-06-FN-8196  કિં.રૂ.૩૦,૦૦૦/-
(૪) હિરો પેશન પ્રો મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-17-AP-4030  કિં.રૂ.૨૫,૦૦૦/-
(૫) એસ.એફ.ડિલક્ષ મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર MH-14-GP-9041 કિ.રૂ.૨૫,૦૦૦/-
(૬) હિરો કંપનીની ડિલક્ષ મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર MP-69-MA-9212 કિં.રૂ.૨૫,૦૦૦/-
(૭) બજાજ કંપનીની પલ્સર મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર-GJ-05-FZ-0067  કિં.રૂ.૯૫,૦૦૦/-
(૮) હિરો હોંડા કંપનીની પેશન પ્લસ મોટર સાઇકલ કિં.રૂ.૨૫,૦૦૦/-
(૯) બજાજ કંપનીની પલ્સર મોટર સાઇકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-15-BC-6871 કિં.રૂ.૪૫,૦૦૦/-
(૧૦) એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલ જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-34-C-4134 કિં.રૂ.૨૦,૦૦૦/-
(૧૧) સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિં.રૂ.૨૫,૦૦૦/-

શોધાયેલ ગુના 

(૧)  સુરત શહેર પુણા પો.સ્ટે.૧૧૧૨૧૦૦૪૬૨૧૧૩૨૩/૨૦૨૧ ઇ.પી.કો.૩૭૯ મુજબ
(૨)  વલસાડ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૨૭/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૩)  છોટાઉદેપુર પો.સ્ટે ફ્સ્ટ ગુ.ર.નં. ૭૫/૨૦૧૮ ઇ.પી.કો.કલમ-૩૭૯

આમ ઉપરોક્ત ચોરાયેલ કુલ ૧૧ મોટર સાયકલોની કિ.રૂ.૩,૭૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-,૪ ની કી.રૂ.૧૫,૫૦૦/- મળી કુલ કી.રૂ.૩,૮૫,૫૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપી મુદ્દામાલ ને કબજે કર્યો હતોપકડાયેલા સાત આરોપી પૈકી છ મધ્ય પ્રદેશ ના એક છોટાઉદેપુર ના કવાંટ તાલુકા નો આરોપી આમ છોટાઉદેપુર જીલ્લા એલ.સી.બી દ્વારા બાઇકો ચોરી  કરતી ગેંગ ને ઝડપી પાડવામા સફળતા મેળવી છે