રોડ અકસ્માત/ ખારાઘોડા રણમાં ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, ચાલકને ગંભીર ઇજા

ખારાઘોડા રણમાં હાલમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ટ્રક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others
Untitled 76 ખારાઘોડા રણમાં ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, ચાલકને ગંભીર ઇજા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ખારાઘોડા રણમાં હાલમાં મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ટ્રક અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે રણમાં હદનો વિવાદ થતા હજી અકસ્માતની ફરીયાદ નોંધાઇ નથી.

ક્રાઈમ: ધ્રાંગધ્રામાં ધોળા દિવસે થયેલી ચોરીનાં આરોપીઓ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકોમાં ઝડપાયા

રણમાં મીઠું ખેંચવાની સીઝનમાં દર વર્ષે ધૂળની ઉડતી ડમરીઓ વચ્ચે રસ્તો ન દેખાતા અવાર-નવાર ગોઝારા અકસ્માતનાં બનાવો બનતા હોય છે. ત્યારે હાલમાં ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાંથી જેસીબી અને ડમ્પરો સાથે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ગત અઠવાડિયે ‘તાઉ-તે’ વાવાઝોડાનાં પગલે રણમાં વરસાદ ઝીંકાતા 3-4 દિવસ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન બંધ રહી હતી. અને હવે ફરીથી રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની સીઝન ફરી ધમધમતી થઇ છે.

વિકાસ: ગુજરાતના આ શહેરોમાં બનશે સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતો, ટી.પી. સ્કીમને મંજૂરી આપતા CM વિજયભાઇ રૂપાણી

ત્યારે મંગળવારે ખારાઘોડા રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ડમ્પર અને ટ્રક વચ્ચે રણની મધ્યમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકનાં આગળનાં ભાગનો પેચો બોલી જતા ટ્રક ચાલકને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આથી તેને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે તાકીદે પાટડી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે રણમાં કઇ પોલિસ સ્ટેશનમાં હદ આવે એ મામલે ગુંચવણ ઉભી થતાં હજી સુધી રણમાં થયેલા ગોઝારા અકસ્માતની ફરીયાદ દાખલ થઇ શકી નથી.

kalmukho str 21 ખારાઘોડા રણમાં ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, ચાલકને ગંભીર ઇજા