Gujarat/ સરકાર હસ્તકના બોર્ડ-નિગમના વહીવટ પર બ્રેક, સનદી અધિકારીઓની સત્તા પર આવી શકે નિયંત્રણ

ગુજરાત સરકાર હસ્તકના જાહેર સાહસમાં આગામી નવા નાણાંકીય વર્ષથી નિયંત્રણ મૂકી કેન્દ્ર સમકક્ષ પ્રૂફ ( રિપોર્ટીંગ ઓપોર્ચ્યુનિટી એન્ડ ફેસીલેશન ) પદ્ધતિ અમલી બનાવવાનો નિર્ણય ગુજરાતસરકારે કર્યો છે.

Gujarat Others
tank 9 સરકાર હસ્તકના બોર્ડ-નિગમના વહીવટ પર બ્રેક, સનદી અધિકારીઓની સત્તા પર આવી શકે નિયંત્રણ
  • કેન્દ્ર સમકક્ષ ગુજરાતમાં પણ પ્રૂફ સિસ્ટમ લાગુ થશે
  • વહીવટી અને નાણાંકીય પારદર્શક્તા માટે સરકારનો નિર્ણય
  • નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક
  • નાણાંવિભાગના ઉચ્ચઅધિકારીઓ સાથેની ચર્ચા બાદ લેવાયો નિર્ણય
  • 1-એપ્રિલ-2021 થી પ્રૂફ સિસ્ટમ લાગુ કરવા થઇ શકે નિર્ણય

@અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ, અમદાવાદ

ગુજરાત સરકાર હસ્તકના જાહેર સાહસમાં આગામી નવા નાણાંકીય વર્ષથી નિયંત્રણ મૂકી કેન્દ્ર સમકક્ષ પ્રૂફ ( રિપોર્ટીંગ ઓપોર્ચ્યુનિટી એન્ડ ફેસીલેશન ) પદ્ધતિ અમલી બનાવવાનો નિર્ણય ગુજરાતસરકારે કર્યો છે. બોર્ડ-નિગમના વહીવટને વધુ ને વધુ પારદર્શક બનાવવાની દિશામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતમાં સરકારની તિજોરીમાં સારી આવક મેળવવા સહિત અનેકવિધ બોર્ડ-નિગમ કાર્યરત છે. ગુજરાતસરકાર હસ્તક સરકારની તિજોરીમાં નફો રળી આપતાં વિવિધ વિભાગ હસ્તકના 94 બોર્ડ-નિગમ અસ્તિત્વમાં છે. જે પૈકી સરદાર સરોવર નર્મદા નિગમ , જી.એસ.એફ.સી. , જીએનએફસી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી જેવા મહત્વના નિગમ સરકારની તિજોરીમાં સારી એવી આવક જમા કરાવી આપે છે.

સરકારની અનેકવિધ યોજના લાગુ કરી તેનો અમલ કરાવવામાં બોર્ડ-નિગમની ભૂમિકા મહ્ત્વની હોય છે. દરમિયાન મહદઅંશે સનદી અધિકારીઓ આ બોર્ડ-નિગમનું સંચાલન કરે છે. દરમિયાન બોર્ડ-નિગમમાં વહીવટીખર્ચ મોટા પ્રમાણમાં થતાં હોય છે. તો બીજીબાજુ આવકનો સ્ત્રોત સરકારની તિજોરી પર અસર કરે છે.

પરિમામે હવે બોર્ડ-નિગમનો વહીવટ વધુ પારદર્શક બનાવવા કેન્દ્ર સરકાર પ્રૂફ સિસ્ટમ લાગુ કરવા સક્રિય વિચારણા રાજ્યસરકારે હાથ ધરી છે.  કેન્દ્રસરકારના નાણાંવિભાગમાં નેશનલ ઇન્ફ્રર્મેટિક સેન્ટર દ્વારા પ્રૂફ સિસ્ટમનો અમલ થાય છે. જે મુજબ નાણાં વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં વિવિધ નાણાંકીય બાબતને આવરી લઇને માહિતી એક્ત્રીકરણ કરી રિપોર્ટસ મેળવવામાં આવે છે. આ પદ્ધતિના પગલે વહીવટી અને આર્થિક ખર્ચ પર ચોક્કસ પ્રકારના નિયંત્રણ લાદી શકાય છે. આ દિશામાં ગુજરાતના બોર્ડ-નિગમમાં આ પ્રૂફ સિસ્ટમ લાગુ કરવા નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલના અધ્યક્ષસ્થાને નાણાવિભાગના ઉચ્ચઅધિકારી સાથેની બેઠક પણ યોજાઇ હતી.

ગુજરાતના બોર્ડ-નિગમ માટે પ્રૂફ સિસ્ટમ લાગુ કરવા સક્રિય કવાયત પણ કરવામાં આવી છે અને સિસ્ટમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આગામી નાણાંકીય વર્ષ એપ્રિલ-2021 થી રાજ્યના તમામ બોર્ડ-નિગમમાં પ્રૂફ સિસ્ટમ લાગુ કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલના નેતૃત્વની સરકાર પણ સક્રિય વિચારણા કરી તેનો અમલ કરશે.

covid19 / દેશમાં 24 કલાકમાં  9 હજાર નવા કેસ,  15 હજાર દર્દી રિકવર

Political / કાશ્મીરમાં કાળો બરફ પડે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ – ગુલામ નબી આઝાદ

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…