Not Set/ ભગવાન બારડને બરતરફ કરવાનો મામલો ગરમાયો, આહીર સમાજ એકમંચ પર જોડાઇ નોંધાવશે વિરોધ

ગાંધીનગર, ભગવાન બારડને બરતરફ કરવાનો મામલો ગરમાયો છે. આહિર સમાજ રોષે ભરાયો છે. તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગા બારડને બરતરફ કરવા મામલે વિરોધ પ્રદર્શન કરશે. 17મીએ રવીવારે આહિર સમાજે ગીર સોમનાથ વેરાવળ ખાતે સંમેલનનું આયોજન કર્યુ છે. જેમાં સમાજના આાગેવાનો, નેતાઓ અને યુવાનો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે કરોડો રૂપિયાના માઇનીંગ કૌભાંડમાં તાલાલાના પૂર્વ ધારાસભ્ય આરોપી […]

Top Stories Gujarat Videos
mantavya 288 ભગવાન બારડને બરતરફ કરવાનો મામલો ગરમાયો, આહીર સમાજ એકમંચ પર જોડાઇ નોંધાવશે વિરોધ

ગાંધીનગર,

ભગવાન બારડને બરતરફ કરવાનો મામલો ગરમાયો છે. આહિર સમાજ રોષે ભરાયો છે. તાલાલાના પૂર્વ ધારાસભ્ય ભગા બારડને બરતરફ કરવા મામલે વિરોધ પ્રદર્શન કરશે. 17મીએ રવીવારે આહિર સમાજે ગીર સોમનાથ વેરાવળ ખાતે સંમેલનનું આયોજન કર્યુ છે.

જેમાં સમાજના આાગેવાનો, નેતાઓ અને યુવાનો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે કરોડો રૂપિયાના માઇનીંગ કૌભાંડમાં તાલાલાના પૂર્વ ધારાસભ્ય આરોપી જાહેર થયા બાદ કોર્ટે સજા ફટકારી હતી. સજા ફટકાર્યા બાદ ધારાસભ્ય પદ છીનવાયુ હતુ.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોર્ટની સજાને આધિન તેમને બરતરફ કર્યા હતા. બરતરફ બાદ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યપાલને રજૂઆત કરી વિધાનસભા અધ્યક્ષ સમક્ષ નિવેદન મામલે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે સેશન્સ કોર્ટમાં સ્ટે મામલે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે સેશન્સ કોર્ટને પૂનહ કેસ શરૂ કરવા આદેશ આપ્યા.