'કાલી' પોસ્ટર વિવાદ/ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને મોટી રાહત, SCએ ધરપકડ પર લગાવી રોક

ડોકયુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

Top Stories Entertainment
ફિલ્મ નિર્માતા લીના

ડોકયુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ ફિલ્મના પોસ્ટરમાં માતા કલીકાને કથિત રીતે સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે. જો કે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને માતા કલીકા સાથે જોડાયેલી તેમની ફિલ્મના વિવાદાસ્પદ પોસ્ટર અંગે વિવિધ રાજ્યોમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR ના સંબંધમાં બળજબરીથી કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે લીનાની અરજી પર કેન્દ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોને નોટિસ પાઠવી હતી. બેન્ચે અવલોકન કર્યું કે લીના સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.

બેન્ચે કહ્યું કે, “અરજીકર્તા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR ના સંદર્ભમાં કોઈ જબરદસ્તીભર્યું પગલાં લેવા જોઈએ નહીં. આ તબક્કે, એ નોંધવું જોઈએ કે બહુવિધ FIR ની નોંધણી ગંભીર પૂર્વગ્રહ તરફ દોરી શકે છે. અમે નોટિસ જારી કરવા માટે તૈયાર છીએ જેથી કરીને કાયદા મુજબ તમામ FIR એક જગ્યાએ એકીકૃત કરવામાં આવે.”

લીના તરફથી હાજર રહેલા એડવોકેટ કામિની જયસ્વાલે કોર્ટને જણાવ્યું હતું કે અરજદારનો કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. લીના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પોસ્ટર પર દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRને ક્લબ કરવાની અને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો:એર ઈન્ડિયાને મોટો ફટકો! પેશાબ કાંડમાં DGCAએ કરી કડક કાર્યવાહી, 30 લાખનો દંડ, પાયલટનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ

આ પણ વાંચો:પાકિસ્તાનની કફોડી હાલત,હવે શરદી,ખાંસીની દવા માટે પણ વલખાં,માત્ર બે દિવસનો સ્ટોક જ બાકી

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ નિમણૂક પત્ર એનાયત કરી કહ્યું ‘રોજગાર મેળોએ આપણા સુશાસનની ઓળખ છે’