Pakistan Economic Crisis Row/ પાકિસ્તાનની કફોડી હાલત,હવે શરદી,ખાંસીની દવા માટે પણ વલખાં,માત્ર બે દિવસનો સ્ટોક જ બાકી

પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે

Top Stories World
Pakistan Economic Crisis Row

Pakistan Economic Crisis Row:   પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે. વીજળી, ગેસ, ઘઉં-લોટ અને રોજીંદી ચીજવસ્તુઓની કટોકટી બાદ હવે દવાઓની પણ કટોકટી સર્જાઈ છે કારણ કે પાકિસ્તાન પાસે દવાઓના ઉત્પાદન માટે માત્ર બે દિવસનો કાચો માલ બચ્યો છે.પાકિસ્તાનના પ્રસિદ્ધ અખબાર ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અનુસાર પાકિસ્તાનમાં ડ્રગ ઉત્પાદકોના સંગઠને ગુરુવારે આ સંકટની ચેતવણી આપી છે અને આવી ગંભીર સ્થિતિ માટે કેન્દ્રીય બેંકના ગવર્નર અને નાણાં પ્રધાનની ટીકા કરી છે.

સેનેટ સ્ટેન્ડિંગ કમિટિ ઓન ફાઇનાન્સની બેઠકમાં (Pakistan Economic Crisis Row) પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (PPMA)નું પ્રતિનિધિત્વ કરનારા અરશદ મલિકે જણાવ્યું હતું કે ફાર્મા ઉદ્યોગ પાસે બે મહિનાનો ઇન્વેન્ટરી સ્ટોક હતો જે હવે લગભગ ખલાસ થઈ ગયો છે.મીડિયા અહેવાલો અનુસાર આવી સ્થિતિ પાકિસ્તાનમાં ત્યારે સામે આવી જ્યારે કેન્દ્રીય બેંકે કાચા માલની આયાત માટે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સંમતિનો નવો પત્ર આપવાનો ઇનકાર કરી દીધો. આવી સ્થિતિમાં નાણા મંત્રાલય અને કોમર્શિયલ બેંકો પાસેથી મદદ માંગ્યા બાદ પણ કોઈ મદદ મળી નથી. હવે ફાર્મા કંપનીઓએ દવાઓની સપ્લાય ચેઈન તૂટતા અટકાવવા પાકિસ્તાની ધારાશાસ્ત્રીઓ પાસેથી તાત્કાલિક મદદ માંગી છે.

પાકિસ્તાનમાં  (Pakistan Economic Crisis Row)ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ $6 બિલિયનનું છે અને તેની આયાત પર નિર્ભરતા લગભગ 93% છે. રોકડની તંગી વચ્ચે, ઘણી રાષ્ટ્રીયકૃત બેંકોએ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને એલસી જારી કરવાનો ઇનકાર કર્યો છે.ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓએ માહિતી આપી છે કે તેમની કંપનીએ ભારતમાંથી કાચા માલની આયાત માટે રૂ. 1 બિલિયનની ક્રેડિટ લિમિટ છે અને 45 દિવસ અગાઉ રૂ. 100 મિલિયન ચૂકવી દીધા છે. આમ છતાં પાકિસ્તાની બેંક ભારતને ચૂકવણી કરવામાં અસમર્થ છે.

ઉલ્લેખનીય છે કે રોકડની કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન સતત વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને ઘણા દેશો પાસે આર્થિક મદદ માટે હાથ લંબાવી રહ્યું છે, પરંતુ વિશ્વ બેંકે તેને આંચકો આપ્યો છે. વિશ્વ બેંકે પાકિસ્તાનને 1.1 અબજ ડોલરની લોન એક વર્ષ માટે મુલતવી રાખી છે