ઉદ્યોગપતિ (Industrialist) મુકેશ અંબાણી (Mukesh Ambani) ના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) એ ગુરુવારે ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે સગાઈ કરી હતી. મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલા ખાતે અનંત અંબાણીની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈના ફંક્શનમાં પરિવારના સભ્યો તેમજ બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.
જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર, જોન અબ્રાહમ અને ઐશ્વર્યા રાય જેવા ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા. આટલું જ નહીં સગાઈ સેરેમનીમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ સરપ્રાઈઝ ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. અને અનંત અંબાણીની સગાઈની વીંટી તેમના ડોગ દ્વારા લાવવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેનો ડોગ સગાઈની વીંટી સાથે એન્ટ્રી કરતા જોવા મળે છે. જે બાદ નીતા અંબાણી અને મુકેશ અંબાણી જબરદસ્ત ડાન્સ કરે છે.
તેમને ડાન્સ કરતો જોઈને ત્યાં હાજર તમામ મહેમાનો પણ ડાન્સ કરવા લાગ્યા. લોકો તેમના ડાન્સ પરફોર્મન્સના દીવાના બની રહ્યા છે. તેમનો આ ડાન્સિંગ વીડિયો લોકોને ખૂબ જ ઝડપથી પસંદ કરવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે બુધવારે કપલે મહેંદી સેરેમની સેલિબ્રેટ કરી હતી. રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં 29 ડિસેમ્બર, 2022ના રોજ કપલનો રોકા થયો હતો. અનંત અંબાણીની સગાઈમાં તેમના કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ હાજર રહ્યા હતા. સમગ્ર પરિવારે મીડિયાના કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.
આ પણ વાંચો:અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ પુર્ણ, આ સેલિબ્રિટી રહ્યા હાજર
આ પણ વાંચો: પઠાણ વિવાદ વચ્ચે અશોક પંડિતે ફિલ્મો પર PM મોદીના નિવેદનનું કર્યું સ્વાગત, કહ્યું..