Entertentment/ ‘જેકલીન લાઇનમાં છે…પણ મારે તને ગર્લફ્રેન્ડ બનાવવી છે…’, સુકેશ ચંદ્રશેખર આવી વાતો કરીને નોરા ફતેહી સાથે કરતો હતો ફ્લડ, અભિનેત્રીએ કોર્ટને કહી દાસ્તાન

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં સાક્ષી બની છે.  નોરા ફતેહીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું

Trending Entertainment
Nora Fatehi

Nora Fatehi: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં સાક્ષી બની છે.  નોરા ફતેહીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું અને આ દરમિયાન તેણે સુકેશ ચંદ્રશેખર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. નોરાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે સુકેશ તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો હતો અને તેના બદલામાં તેને એક મોટું ઘર અને વૈભવી જીવનની ઓફર કરી હતી.

મીડિયા અનુસાર નોરા ફતેહી (Nora Fatehi)એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પિંકી ઈરાનીએ તેના પિતરાઈ ભાઈનો સંપર્ક કર્યો અને કહ્યું કે જેકલીન ફર્નાન્ડિસ લાઈનમાં છે, પરંતુ તે તને પ્રેમ કરે છે. ઘણી અભિનેત્રીઓ સુકેશ ચંદ્રશેખર સાથે રહેવા ઉત્સુક છે. નોરા કહે છે કે તે સુકેશ વિશે કંઈ જાણતી નહોતી.

તેણે કહ્યું, ‘શરૂઆતમાં મને ખબર નહોતી કે સુકેશ કોણ છે. પાછળથી મને ખબર પડી કે તે એલએસ કંપનીમાં કામ કરે છે. મારો ન તો કોઈ અંગત સંપર્ક હતો અને ન તો મેં ક્યારેય તેની સાથે કોઈ વાતચીત કરી હતી. આ સિવાય નોરા ફતેહીએ  કોર્ટને એ પણ કહ્યું કે તેણે સુકેશ ચંદ્રશેખરને પહેલીવાર EDની ઓફિસમાં જોયો હતો.

નોરા ફતેહીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે EDએ તેને ખંડણીના કેસમાં સમન્સ મોકલ્યા ત્યારે તેને ખબર પડી કે સુકેશ ચંદ્રશેખર ઠગ છે. તેણે કહ્યું, ‘મને આ વિશે કોઈ માહિતી નહોતી અને હું તેને ક્યારેય મળી નથી. મેં પહેલીવાર તેને ED ઓફિસમાં જોયો જ્યારે સુકેશ અને હું સામસામે હતા.

નોંધનીય છે કે આ પહેલા જેકલીન ફર્નાન્ડીઝ કોર્ટમાં સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ પોતાનું નિવેદન આપી ચૂકી છે. જેક્લિને કોર્ટમાં કહ્યું કે સુકેશ મારી ભાવનાઓ સાથે રમ્યો છે. તેણે મારી કારકિર્દી અને જીવન બરબાદ કરી નાખ્યું. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે સુકેશે તેને મૂર્ખ બનાવી છે. તે સુકેશનું સાચું નામ પણ જાણતી ન હતી.

આ પણ વાંચો/ Entertentment/પઠાણ વિવાદ વચ્ચે અશોક પંડિતે ફિલ્મો પર PM મોદીના નિવેદનનું કર્યું સ્વાગત, કહ્યું..