National/ બીજી લહેરની તુલનાએ ત્રીજી લહેર રાહત, દેશના અનેક શહેરોમાં હોસ્પિટલોમાં મોટાભાગના બેડ ખાલી

દેશમાં કોરોનાનાની ત્રીજી લહેરમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. દરરોજ નોંધાતા નવા કેસનો આંકડો હવે 3 લાખને પાર થઇ ચૂક્યો છે.

Top Stories India
Untitled 53 13 બીજી લહેરની તુલનાએ ત્રીજી લહેર રાહત, દેશના અનેક શહેરોમાં હોસ્પિટલોમાં મોટાભાગના બેડ ખાલી

કોરોનાની ત્રીજી લહેરમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે.પરંતુ રાહતની વાત એ છે કે આ લહેરમાં કેસની સંખ્યા ભલે વધારે હોય. પરંતુ મોટાભાગના દર્દીઓ ઘરે જ સ્વસ્થ થઇ રહ્યા છે. અને એટલે જ બીજી લહેરની તુલનાએ આ વખતે હોસ્પિટલમાં ખાલી બેડનું પ્રમાણ ખુબ વધારે છે.

આ પણ વાંચો;Recipe / શિયાળામાં ઘરે આ રીતે બનાવો ઘઉંના લોટનો શીરો, નોંધીલો રેસીપી

દેશમાં કોરોનાનાની ત્રીજી લહેરમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. દરરોજ નોંધાતા નવા કેસનો આંકડો હવે 3 લાખને પાર થઇ ચૂક્યો છે. જો કે રાહતની વાત એ છે કે બીજી લહેરના મુકાબલે ત્રીજી લહેરમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ઓછું છે. ભારતીય સ્ટેટ બેંકની રિસર્ચ રિપોર્ટ અનુસારદેશમાં કોરોનાની વર્તમાન લહેરમાં 79 ટકાથી લઇ 94 ટકા બેડ ખાલી પડ્યા છે. બીજી લહેરમાં આ પ્રમાણ માત્ર 21 ટકા હતું.હાલના આંકડા પ્રમાણે દિલ્હીમાં કોરોનાની વર્તમાન ત્રીજી લહેરમાં 82 ટકા બેડ ખાલી છે. જ્યારે બીજી લહેરમાં માત્ર 32 ટકા બેડ ખાલી હતામુંબઇમાં વર્તમાન ત્રીજી લહેરમાં 85 ટકા બેડ ખાલી છે. જ્યારે બીજી લહેરમાં આ પ્રમાણ 21 ટકા હતું. ચેન્નાઇમાં હાલ 79 ટકા બેડ ખાલી છે.. બીજી લહેરમાં માત્ર 30 ટકા બેડ ખાલી હતાઆ આંકડા બતાવે છે કે કોરોના સામે ભારત બીજી લહેરની સરખામણીએ ખુબજ સારી સ્થિતિમાં છે.

આ પણ વાંચો:અમેરિકા / જો 2024 માં ફરીથી તક મળે તો કમલા હેરિસ એકમાત્ર સહયોગી હશે: જો બિડેન

રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે કોરોનાના કેસ સૌથી વધુ 30 થી 39 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળ્યા છે. જ્યારે કોરોનાથી ત્રીજી લહેરમાં જે મોત થયા છે, તેમાં સૌથી વધુ મોત 60 થી 69 વર્ષના લોકોમાં જોવા મળ્યા છે.

આ પણ વાંચો:બિમારી / સિંગાપોરમાં ભારતીય મૂળના 2 વર્ષના બાળકને થઇ ગંભીર બિમારી,જાણો પછી શું થયું…