ગમખ્વાર અકસ્માત/ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં બેકાબુ ટ્રક ઝૂંપડીમાં ઘૂસી જતાં 6 લોકોના મોત,ગ્રામજનોએ હાઇવે કર્યો બ્લોક

ગાજીપુરના મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અહિરોલી ગામમાં ચટ્ટી ખાતે એક બેકાબૂ ટ્રક ઝૂંપડીમાં ઘૂસી જતાં 6 લોકોના મોત થયા હતા

Top Stories India
તતતતત ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં બેકાબુ ટ્રક ઝૂંપડીમાં ઘૂસી જતાં 6 લોકોના મોત,ગ્રામજનોએ હાઇવે કર્યો બ્લોક

ઉત્તર પ્રદેશના ગાજીપુરના મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અહિરોલી ગામમાં ચટ્ટી ખાતે એક બેકાબૂ ટ્રક ઝૂંપડીમાં ઘૂસી જતાં 6 લોકોના મોત થયા હતા.અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ મૃતદેહને રસ્તા પર મૂકીને રસ્તો બ્લોક કર્યો હતો. જો કે, ટ્રક બેકાબૂ થઈ જવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મુહમ્મદાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 7 વાગ્યે આહિરોલી ચટ્ટી પાસે એક ઝડપી અનિયંત્રિત ટ્રક રસ્તાની બાજુની ઝૂંપડીમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઝપેટમાં ઘણા લોકો આવી ગયા હતા, જેના કારણે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે બે ગાઝીપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે  કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને સારવાર આપવામાં આવી રહી છે.  અકસ્માત પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ ઘટનાસ્થળે રોડ પરથી ઝૂંપડામાં ટ્રક ઘૂસી જવા પાછળનું કારણ તપાસી રહી છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ મૃતદેહને રોડ પર રાખીને બ્લોક કરી દીધો હતો. ગ્રામજનોએ મૃતકો માટે વળતરની માંગણી શરૂ કરી. મૃત્યુની માહિતી મળતાં જ મુહમ્મદાબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થિતિને સામાન્ય બનાવવા અને વાહનવ્યવહારને સુવ્યવસ્થિત કરવા કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ NH-31 ગાઝીપુર-ભરૌલી રોડને બ્લોક કરી દીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી હતી.