Not Set/ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટ સરકારી હોસ્પિટલમાં નાખવામાં આવશે

ઓક્સિજન નું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટ સરકારી 11 હોસ્પિટલમાં નાખવામાં આવશે. હાલ માં કોરોના સંક્રમણ ના કારણે સરકારી હોસ્પિટલમાં જે દર્દી આવે છે

Top Stories Gujarat Others Trending
oxigen plant ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટ સરકારી હોસ્પિટલમાં નાખવામાં આવશે

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે મેડીકલ ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે.  જેને પગલે સરકારે ઔદ્યોગિક એકમો માં વપરાતા ઓક્સીજન ઉપર કાપ મુક્યો છે. તો સાથે રાજ્યમાં ઓક્સિજનની માંગને પહોચી વળવા માટે પૂરતા પ્રયાસો હાથ ધર્યા છે.

આજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજન નું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટ સરકારી 11 હોસ્પિટલમાં નાખવામાં આવશે. હાલ માં કોરોના સંક્રમણ ના કારણે સરકારી હોસ્પિટલમાં જે દર્દી આવે છે તેમ મોટાભાગના દર્દી ને ઓક્સિજન આપવો પડે તેવા હોય છે. અગાઉં 50 ટન જેટલો ઓક્સિજન વપરાતો હતો, હવે 700 ટન જેટલો ઓક્સિજન રોજ રાજ્ય ની હોસ્પિટલ માં વપરાય છે. જો આ સમય લાંબો ચાલે  તો રાજ્યમાં ઓક્સિજનની માંગ ને પહોચી વળવા માટે હોસ્પિટલોમાં જ ઓક્સીજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે.

જેમાં નવો ઓક્સિજન બનાવવાનો પ્લાન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2000 લીટરની ક્ષમતા સાથે શરુ કરવામાં આવશે. તેમજ  સોલા મેડિકલ કોલેજમાં 1200 લીટર,  વડોદરા ની હોસ્પિટલમાં 900 લીટર, પાટણ માં 700 લીટરની કેપેસિટી, જૂનાગઢ ની હોસ્પિટલમાં 700 લીટર, બોટાદ માં 700, મહેસાણા 700, લુણાવાડા માં 700 , પોરબંદર હોસ્પિટલમાં 700, સુરેન્દ્રનગર હોસ્પિટલમાં 700 અને વેરાવળ ની જનરલ હોસ્પિટલમાં પણ 700 લીટર પર મિનિટ ઓક્સિજન નું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટ સરકારી 11 હોસ્પિટલમાં નાખવામાં આવશે