Not Set/ લગ્નસરા ની સિઝન ખુલતા બાયડ ના બજારોમાં ખરીદી માટે માનવ મહેરામણ ઉંમટયું

મહેશ પરમાર-મંતવ્ય ન્યુઝ બાયડ તાલુકામાં કોરોના વાયરસ ના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે સંક્રમણ વધુ ના ફેલાય તેની તકેદારી ના ભાગરૂપે બાયડ નગરમાં બપોરે ત્રણ વાગ્યે બાદ લોકડાઉન નું પાલન કરાવવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ ગ્રામ્ય કક્ષા એ વધી રહેલા કોરોનાના કેસો ચિંતા નો વિષય બન્યા છે જેના કારણે ગ્રામ્ય કક્ષા […]

Gujarat Others
Untitled 239 લગ્નસરા ની સિઝન ખુલતા બાયડ ના બજારોમાં ખરીદી માટે માનવ મહેરામણ ઉંમટયું

મહેશ પરમાર-મંતવ્ય ન્યુઝ

બાયડ તાલુકામાં કોરોના વાયરસ ના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે સંક્રમણ વધુ ના ફેલાય તેની તકેદારી ના ભાગરૂપે બાયડ નગરમાં બપોરે ત્રણ વાગ્યે બાદ લોકડાઉન નું પાલન કરાવવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ ગ્રામ્ય કક્ષા એ વધી રહેલા કોરોનાના કેસો ચિંતા નો વિષય બન્યા છે જેના કારણે ગ્રામ્ય કક્ષા એ પણ આંશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.તાલુકાના ચોઈલા , ગાબટ , સાઠંબા , સહિત ના ગામડાઓ લોકડાઉન તરફ વળ્યા છે ત્યારે બીજી તરફ લગ્નસરા ની સિઝન ને લઈ ને ગ્રામ્ય કક્ષા એ થી બાયડ નગરમાં ખરીદી કરવા માટે વહેલી સવારથી દુકાનોમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.દુકાનો માં કોવિડના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે . દુકાનો માં શોસ્યલ ડિસ્ટન્સ ના લીરેલીરા ઉડી રહ્યા છે. નેતાઓની વોટ બેન્ક સાચવવા તંત્ર યોગ્ય પગલાં ભરવાની જગ્યા એ મુક પ્રેક્ષક બની ને તમાશો જોઈ રહ્યું છે.ત્યારે બાયડ તાલુકામાં હજુ પણ કોરોનાના કેસો વધે તેમાં શંકા ને સ્થાન નથી.Untitled 36 લગ્નસરા ની સિઝન ખુલતા બાયડ ના બજારોમાં ખરીદી માટે માનવ મહેરામણ ઉંમટયું