Not Set/ સાત લાખની નાણાંકીય ગેરરીતિ અંગે ભાવનગર RTO ના પાંચ કર્મીઓ સસ્પેન્ડ

અમદાવાદ: રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ હેઠળની વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તાજેતરમાં ભાવનગર સ્થિત RTO કચેરીમાં કેટલીક અનિયમિતતા તેમજ રૂપિયા સાત લાખથી વધુની નાણાંકીય ગેરરીતિઓ આચરવા બદલ કુલ પાંચ કાર્યરત કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકુફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. જે પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે, તેમાં જનસંપર્ક અધિકારી જે. એમ. ગાંધી,  સિનિયર ક્લાર્ક શ્રીમતી એન. એ.પટેલ, […]

Top Stories Gujarat Others Trending
Five employees of Bhavnagar RTO suspended for financial irregularities of Rs 7 lakh

અમદાવાદ: રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ હેઠળની વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તાજેતરમાં ભાવનગર સ્થિત RTO કચેરીમાં કેટલીક અનિયમિતતા તેમજ રૂપિયા સાત લાખથી વધુની નાણાંકીય ગેરરીતિઓ આચરવા બદલ કુલ પાંચ કાર્યરત કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકુફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. જે પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે, તેમાં જનસંપર્ક અધિકારી જે. એમ. ગાંધી,  સિનિયર ક્લાર્ક શ્રીમતી એન. એ.પટેલ,  શ્રીમતી કે. કે. મહેતા, એમ. એન. રાઠોડ અને બી.કે. બોરીચાને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ મૂકીને તેઓની બદલી અલગ-અલગ સ્થળોએ કરી દેવામાં આવી છે તેમ વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જણાવાયુ છે.

વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા વધુમાં જણાવ્યું છે કે, વાહનવ્યવહાર કમિશનર કચેરી મારફત આધુનિક સોફ્ટવેર દ્વારા સિલ્વર/ગોલ્ડ કક્ષાના વાહનો માટેના નંબરો ઇ-ઓક્શનથી ફાળવવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ આ કર્મીઓએ તે મુજબની કાર્યવાહી કરી ન હતી અને પોતાના લોગ-ઇન આઇડીમાં ડેટા રીવર્ટબેક કરી અને વેચાણ કિંમતમાં સુધારો કરીને વસુલ કરવાપાત્ર રકમને બદલે ઉચ્ચક કરની આકારણી કરીને રાજ્યને આર્થિક નુકશાન પહોંચાડ્યુ છે જેને ધ્યાને લઇને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વાહનવ્યવહાર કમિશનરે ઇ-ઓકશન મારફતે નંબરોની ફાળવણીમાં અનિયમિતતા ઉપરાંત, વાહનોના રજિસ્ટ્રેશનમાં વાહન-૪ સોફ્ટવેરમાં કુલ-૧૮૪ માંથી ૮૨ વાહનોનો કર ઓછો વસુલ કરી તે પૈકી ૪૭ વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી અન્વયે કોઇપણ જાતની ચકાસણી કર્યા વગર એપ્રુઅલ આપવાની કામગીરી, વાહનોના વેરિફિકેશન અને એપ્રુઅલ કરતી વેળાએ વાહનોનો ઓછો કર દર્શાવીને કર વસુલાતમાં સરકારને અંદાજે રૂપિયા સાત લાખથી વધુનું નાણાંકીય નુકશાન પહોંચાડ્યું હતું. આવી ગેરરીતિઓ અને અનિયમિતતા આચરનાર આ કર્મીઓને ફરજ મોકુફી હેઠળ મૂકવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.

વાહનવ્યવહાર કમિશનરે આવી અનિયમિતતા અને ગેરરીતિઓને અટકાવવા માટે વાહન ૪.૦ સોફ્ટવેરમાં જે અધિકારી / કર્મચારીઓ યુઝર લોગઇન કરે છે તેની પદ્ધતિમાં કેટલોક ફેરફાર કર્યો છે. જેના અનુસાર આર.ટી.ઓ. કચેરી અમદાવાદ, સુરત અને વડોદરામાં સવારે ૧૦ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી કર્મચારી કામગીરી કરી શકશે. જ્યારે અન્ય તમામ કર્મચારીઓ સવારે ૧૦ કલાકથી રાત્રીના ૭ કલાક સુધી કામ કરી શકશે. જો કોઇ કર્મચારીને ઉપરોક્ત સમયથી વધારે સમય માટે કામ કરવું હોય તો જે તે કચેરીના વાહન ૪.૦ સોફ્ટવેરના એડમિનિસ્ટ્રેટર, જે તે કર્મચારી માટે નિયત સમય વધારી શકશે.

જે તે કચેરીના વાહન ૪.૦ સોફ્ટવેરના એડમિનિસ્ટ્રેટરે દરેક કર્મચારીના ડેટામાં જે તે કર્મચારીના આઇપી એડ્રેસની વિગતો દર્શાવવાની રહેશે. જે તે કર્મચારી ફકત તે જ કોમ્પ્યુટર સિસ્ટમ ઉપર કામ કરી શકશે. આ ઉપરાંત  જે તે કર્મચારીનો યુઝર આઇડી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ હશે તો તે દરમિયાન જ તે મોબાઇલ નંબર વાહન ૪.૦ સોફ્ટવેરમાં દર્શાવેલ હશે. તે મોબાઇલ નંબર ઉપર જ કર્મચારીના દરેક વખતનાં યુઝર લોગઇન વખતે ઓટીપી આવશે અને તેની મદદથી કર્મચારી પોતાનું યુઝર આઇ.ડી. લોગઇન કરી શકશે. જેથી દરેક કચેરીના અધિકારીએ અથવા વાહન ૪.૦ સોફ્ટવેરના એડમિનિસ્ટ્રેટરે દરેક કર્મચારીના મોબાઇલ નંબરની વિગત તથા અનુમતિ ફરજિયાત રીતે મેળવી લેવાની રહેશે અને તેજ મોબાઇલ નંબરની વિગત કર્મચારીના યુઝરની વિગત સાથે દર્શાવવાની રહેશે.

વાહનવ્યવહાર કમિશનરની વડી કચેરી, ગાંધીનગર ઉપરાંત રાજ્યની તમામ આર.ટી.ઓ અને ચેકપોસ્ટ ઉપર ફરજિયાત તમામ કર્મીઓ પોતાની ફરજો નિષ્પક્ષ અને તટસ્થપણે બજાવે તે માટે આવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમ વધુમાં જણાવાયુ છે.