rumor/ આવતીકાલે દૂધ નહિ મળે તેવી અફવા ને લીધે અમૂલ પાર્લર પર દૂધ માટે લોકોની ભારે ભીડ

માલધારી સમાજ વિવિધ મુદ્દાને લઈને સરકારની સામે પડ્યો છે. ગઈકાલે અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓએ રાતે બેઠકો કરી હતી. જેમાં એકસૂર સાથે લડાઈ લડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
2 44 આવતીકાલે દૂધ નહિ મળે તેવી અફવા ને લીધે અમૂલ પાર્લર પર દૂધ માટે લોકોની ભારે ભીડ

માલધારી સમાજ વિવિધ મુદ્દાને લઈને સરકારની સામે પડ્યો છે. ગઈકાલે અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓએ રાતે બેઠકો કરી હતી. જેમાં એકસૂર સાથે લડાઈ લડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજ ડેરીમાં દૂધ ન ભરવા અને દૂધનું વેચાણ નહીં કરવા મક્કમ થયો છે. આવતીકાલે માલધારી સમાજ દૂધ ભરવાના નથી. જેના લીધે સમગ્ર રાજ્યમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. દૂધ નથી મળવાના સમાચાર વાયુવેગે ફેલાઇ જતા લોકો અમુલ પાર્લર પર દૂધ ખરીદવા પહોંચી ગયા હતા હાલ પાર્લર પર ભારે ભીડ  જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરોનો મુદ્દો કે તબેલામાંથી ઢોરોને ઉપાડી જવાને લઈને સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈને માલધારી સમાજના ધર્મગુરુથી લઈને અનેક લોકો આ આંદોલનમાં જોડાયા છે. માલધારી સમાજ આવતીકાલે 21 સપ્ટેમ્બરના દિવસે દૂધ વેચાણ નહીં કરે તેમજ ડેરીઓમાં પણ દૂધ નહીં ભરે તેવું આહવાન કરવામાં આવ્યું છે.