ગુજરાત ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે રાજકિય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં કામે લાગી ગયા છે, આ વખતે મુસ્લિમ પાર્ટી AIMIM પણ ચૂંટણી લડવાની છે,તેઓ 50 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. તમામ પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. AIMIM ના દાણિલીમડાના ઉમેદવાર કૌશિકા પરમાર પણ ચૂંટણી જીતવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.દિવાળી નિમિત્તે મતદારોને સાડિ વિતરણ કરવાના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે AIMIM પાર્ટી પણ મેદાનમાં છે, AIMIMના દાણીલિમડા બેઠકના ઉમેદવાર કૌશિકા પરમાર દ્વારા દિવાળી નિમિત્તે ગિફ્ટ વૃદ્ધ મહિલાઓને 500 જેટલી સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ વધુ સાડીઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે AIMIM ગુજરાતમાં દલિત અને મુસ્લિમ સમાજના વર્ચસ્વ ધરાવતી ગુજરાત વિધાનસભાની બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે. જેમાંથી 5 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાઈ છે, જ્યારે બાકીની બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.