હરિદ્વાર/ ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ મામલે નરસિમ્હાનંદ સામે પણ ફરિયાદ

તાજેતરમાં યોજાયેલી ધર્મ સંસદના સંબંધમાં નોંધાયેલી એફઆઈઆરમાં શનિવારે યતિ નરસિમ્હાનંદ અને સિંધુ સાગરના નામ પણ ઉમેરવામાં આવ્યા હતા.

Top Stories India
SANT ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ મામલે નરસિમ્હાનંદ સામે પણ ફરિયાદ

હરિદ્વારમાં તાજેતરમાં યોજાયેલી ધર્મ સંસદના સંબંધમાં નોંધાયેલી એફઆઈઆરમાં શનિવારે યતિ નરસિમ્હાનંદ અને સિંધુ સાગરના નામ પણ ઉમેરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં કલમ 153A  આધારે વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવુ અને  કલમ 295 કલમ પણ ઉમેરવામાં આવી છે.  આ ધાર્મિક સંસદમાં કથિત રીતે મુસ્લિમો વિરુદ્ધ ભાષણો આપવામાં આવ્યા હતા.હરિદ્વાર સર્કલ ઓફિસર શેખર સુયાલે જણાવ્યું કે, ગાઝિયાબાદના ડાસના મંદિરના પૂજારી યતિ નરસિમ્હાનંદ અને સંત સિંધુ સાગરના નામ પણ FIRમાં ઉમેરવામાં આવ્યા છે. નરસિમ્હાનંદ આ કાર્યક્રમના આયોજક હતા.

અધિકારીએ જો કે, એફઆઈઆરમાં નવી કલમ શા માટે ઉમેરવામાં આવી છે તે જણાવવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ તપાસનો એક ભાગ છે જેને શેર કરી શકાય નહીં. એફઆઈઆરમાં બે નવા નામ ઉમેરાયા બાદ આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં વસીમ રિઝવી ઉર્ફે જીતેન્દ્ર ત્યાગી, સાધ્વી અન્નપૂર્ણા, ધર્મદાસ, યતિ નરસિમ્હાનંદ અને સિંધુ સાગરનો સમાવેશ થાય છે.હરિદ્વારના વેદ નિકેતન ધામમાં 16-19 ડિસેમ્બર દરમિયાન, ધર્મ સંસદમાં વક્તાઓએ કથિત રીતે મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતા.