અભ્યાસક્રમ/ હવે રાજ્યની શાળાઓમાં આ વિષયો ભણાવવામાં આવશે,શિક્ષણમંત્રીએ ટ્વિટ કરી આપી માહિતી

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા વિષયોનું સમાવેશ કરવામાં આવશે. નવા 7 વિષય દાખલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat
JITU હવે રાજ્યની શાળાઓમાં આ વિષયો ભણાવવામાં આવશે,શિક્ષણમંત્રીએ ટ્વિટ કરી આપી માહિતી

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા વિષયોનું સમાવેશ કરવામાં આવશે. નવા 7 વિષય દાખલ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વિદ્યાર્થીઓને હવે એગ્રિકલ્ચર, ઑટોમોટિવ, એપરલ એન્ડ મેડ અપ્સ એન્ડ હોમ ફર્નિશિંગ, બ્યુટી એન્ડ વેલનેસ તથા રિટેઈલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષય પણ ભણાવાશે. શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધોરણ-11 માં અને 2022-23 થી ધોરણ-12 માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. એમ કુલ 7 જેટલા નવા વિષયો દાખલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

 

 

સ્કૂલના અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઇતિહાસ ઉપરાંત પોતાની વિરાસત મુદ્દે પણ આક્રમકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્માવિષ્ય અંદાજીત 20,000 શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્રથી વિષય તરીકે વૈદિક ગણિતને અભ્યાસમાં જોડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને ગણીત માત્ર ભાર રૂપ વિષય ન લાગે પરંતુ તેનો આનંદ ઉઠાવી શકે અને ગણીતને ગોખવાના બદલે સમજી શકે તે હેતુથી આ યુનિક કોનસેપ્ટ સાથે નવા વર્ષથી પ્રારંભ કરાવવામાં આવશે. ધોરણ 6 થી 10 ના વર્ગમાં તબક્કાવાર વૈદિક ગણિતને અભ્યાસમાં સમાવવામાં આવશે.હાલ તેના અમલ માટે હાથ ધરવામાં આવ્યું છે.