Crime/ શોચ ક્રિયા કરવા જેવી સામાન્ય બાબતમાં ચાર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

ભરત ઠાકોર નામના વ્યક્તિએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે મારામારી અને એક્ટિવામાં તોડફોડ કરવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે તેમના મેલડી નગરના દરવાજા પાસે કોઈ યુવક શોચ ક્રિયા કરી રહ્યો હતો ત્યારે ચાર જેટલા ઈસમો ત્યાં આવ્યા હતા અને તેમણે મુખ્ય દરવાજા પાસે શોચક્રિયા ન કરવા માટે ઝઘડો કર્યો હતો. ચારેય […]

Ahmedabad Gujarat
marpit 18 શોચ ક્રિયા કરવા જેવી સામાન્ય બાબતમાં ચાર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

ભરત ઠાકોર નામના વ્યક્તિએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે મારામારી અને એક્ટિવામાં તોડફોડ કરવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે તેમના મેલડી નગરના દરવાજા પાસે કોઈ યુવક શોચ ક્રિયા કરી રહ્યો હતો ત્યારે ચાર જેટલા ઈસમો ત્યાં આવ્યા હતા અને તેમણે મુખ્ય દરવાજા પાસે શોચક્રિયા ન કરવા માટે ઝઘડો કર્યો હતો. ચારેય ઈસમોએ પાછળથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા યુવકની સાથે મારામારી કરવાની શરુ કરી દેતા ફરિયાદનો ભાણિયો કરણ ઠાકોર વચ્ચે છોડાવવા માટે પડયો હતો.

ચારેય ઈસમોએ શોચ ક્રિયા કરતા 4 યુવકને છોડી દઈને વચ્ચે છોડાવવા માટે પડેલા ફરિયાદીના ભાણીયાને માર મારવાનું શરુ કરીને ફરિયાદીની એક્ટિવામાં પણ તોડફોડ કરી હતી. આમ, ચારેય ઈસમોની ગુંડાગીરી જોઈને ફરિયાદી ભરત ઠાકોર ગભરાઈ ગયા હતા તેમણે 100 નંબર ઉપર ફોન કરીને પોલીસની ગાડી ઘટના સ્થળે બોલાવી હતી. સાબરમતી પોલીસે ભરત ઠાકોરની ફરિયાદ લઈને સુનિલ, ગોવિંદ, શિવમ અને અભીપાલની સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાની તેમજ મારામારી કરી વાહનમાં તોડફોડ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.