Not Set/ વઢવાણમાં લગ્ન પ્રસંગમાં આપવામાં આવ્યો અનોખો સંદેશ,દિકરાે અને દિકરી એક સમાન

જેમાં નટુભાઇ પરમારની દિકરી ભારતીના લગ્ન નિમિત્તે દિકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દિકરા દિકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો.

Gujarat
7 22 વઢવાણમાં લગ્ન પ્રસંગમાં આપવામાં આવ્યો અનોખો સંદેશ,દિકરાે અને દિકરી એક સમાન

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં નટુભાઇ પરમારની દિકરી ભારતીના લગ્ન નિમિત્તે દિકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દિકરા દિકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ગણપતિ ફાટસર વિસ્તારમાં દિકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા સાથે સામાજિક સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં શણગારેલી અંબાડી પર “દિકરીને ભણાવો, દિકરીને અધિકાર આપો” જેવા સમાજીક જાગૃતિ લાવતા સંદેશ લખવામાં આવ્યા હતા.

જેમાં નટુભાઇ પરમારની દિકરી ભારતીના લગ્ન નિમિત્તે દિકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દિકરા દિકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. જેમાં હાથીની અંબાડી પર નિકળેલુ ફુલેકું વઢવાણ સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ રાજકોટ બાયપાસ 21, વિશ્વવિભૂતિ નિવાસ, શિવનગર સોસાયટી સંવિધાન ફાટસર વિસ્તારમાં રહેતા નટુભાઇ લાખાભાઇ ચાવડા અને હંસાબેન નટુભાઇ ચાવડાની દીકરી ભારતીના 20/5/2022ના રોજ લગ્ન હતા. લગ્ન નિમિત્તે ગુજરાતમાં સૌ પ્રથમવાર હાથીની અંબાડી પર ફુલેકું શિવનગર સોસાયટીથી બુધ્ધવિહાર સુધી નીકળ્યું હતુ. જેમાં “દીકરીને ભણાવો, દીકરીને અધિકાર આપો” તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. બીજી તરફ આ લગ્ન પ્રસંગની કંકોત્રીમાં રહેલા લખાણ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ.